Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યમાં ગ્રીન ક્લીન શહેરી પરિવહન સેવા માટે CMનો નિર્ણય, CNG અને ઇલેક્ટ્રીક બસમાં કરશે વધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાનના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને અ વર્ગની 10 નગરપાલિકાઓના 1068 CNG અને 382 ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.

CM bhupendra patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને PPP ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર, મહાનગરપાલિકાઓને CNG બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂપિયા 12.50ના સ્થાને હવે રૂપિયા 18 આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ 50 ટકા મળતા હતા, તેમાં 10 ટકાનો વધારો કરીને હવે 60 ટકા આપવામાં આવશે.

આ ઉપરાંત જે અ વર્ગની નગરપાલિકાઓમાં હાલ CNG બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં PPP ધોરણે સંચાલન થાય છે, તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂપિયા 22 અનુદાન પેટે અપાશે, તેમજ VGF ઘટ ના વધુમાં વધુ 50 ટકા મળતા હતા, તે વધારીને 75 ટકા પ્રમાણે અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ PPP ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂપિયા 25ના સ્થાને હવે રૂપિયા 30 અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે.

એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટની જે રકમ અગાઉ 50 ટકા આપવામાં આવતી હતી, તે હવે વધુમાં વધુ 60 ટકા મળશે.

રાજ્યમાં અ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂપિયા 40 અને ઘટની રકમના વધુમાં વધુ 75 ટકા અનુદાન આપવાનો જનહિતકારી નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ 2864 બસની કરેલી જોગવાઈઓ સામે 662 ઇ-બસ અને 1097 CNG એમ કુલ 1759 બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી 382 ઇ-બસ અને 1068 CNG બસ હાલ કાર્યરત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X