• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકન પ્રોડક્ટ્સ બનશે હવે ગુજરાતમાં, એબોટનું 450 કરોડનું રોકાણ

|

ભરૂચ, 17 ઓક્ટોબરઃ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુઓની ઉત્પાદક વિશ્વવિખ્યાવત કંપનીઓ-ઊદ્યોગ ગૃહોના સક્રિય સહયોગને સથવારે ગુજરાતને કૂપોષણ મુક્ત બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આજે ભરૂચ જિલ્લાના ઝઘડીયા ઔધોગિક વસાહતમાં રૂા.450 કરોડના ખર્ચે સ્થાપિત અબોટ કંપનીના સૌ પ્રથમ ગ્રીન ફિલ્ડ પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આ પ્લાન્ટ દ્વારા 450 ઉપરાંત સ્થાનિક યુવાનોને રોજગાર અવસર મળશે અને કંપની દ્વારા પ્લાન્ટની આસપાસના ગામોમાં રૂ.3 કરોડ શૌચાલય નિર્માણ માટે CSR તરીકે વપરાશે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, 21 મી સદીના વિકસતા આ યુગમાં પણ કૂપોષણ સામે જંગ છેડવો પડે એ એક મોટો પડકાર છે. ગુજરાતે તત્કાલિન મુખ્યુમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૂપોષણને રાજ્યવટો આપવાનો સંકલ્પ કરેલો તેને પાર પાડવા વર્તમાન સરકારે આંગણવાડીના કૂપોષિત બાળકોને પોષણક્ષમ આહાર, ફળફળાદિ, સુખડી, પ્રોટીનયુક્ત કઠોળ-ધાન્યે વગેરે સમાજ સહયોગથી આપવાની મુહિમ ચલાવી છે તેની વિગતો મુખ્યપમંત્રીએ આપી હતી.

આનંદીબેન પટેલે રાજ્યમાં કિશોરીઓમાં લોહતત્વની ઊણપ દૂર કરવા આર્યન ટેબ્લેટ વિતરણ કરવાના બહુ આયામી આયોજનમાં પણ અબોટ જેવી વિશ્વવિખ્યાત કંપની પોતાના પોષણક્ષમ ઉત્પાહદનોથી સહયોગ કરે તેવો પ્રેરક અનુરોધ કર્યો હતો. કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓની જીવન શૈલી આરોગ્યપ્રદ કઇ રીતે બનાવી શકાય તે અંગે આવી ઉત્પાદન કંપનીઓ પોતાની તજજ્ઞતાથી માર્ગદર્શન કરે તેવું સૂચન તેમણે કર્યું હતું.

ગુજરાત ઉત્પા‍દન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે

ગુજરાત ઉત્પા‍દન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે

મુખ્યઓમંત્રીએ કહ્યું કે, ગુજરાત ઉત્પા‍દન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે. આજે જીએસડીપી (રાજ્યના કુલ ઘરેલું ઉત્પાદન)માં ઉત્પાદન ક્ષેત્રનું યોગદાન 28.2 ટકા છે. ભારતનું અર્થતંત્ર વિકસે છે તેની સાથે આ સ્થિતિ પણ મજબુત બનતી જાય છે. 2017 સુધીમાં ઉત્પાદન ક્ષેત્રમાંથી જીએસડીપીનો હિસ્સો 32 ટકા કરવાનાં લક્ષ્યાંક સાથે ભારતનું ગ્રોથ એન્જિંન એવું ગુજરાત વિકાસની દિશામાં નવી ઊંચાઇઓ સર કરવા માટે સજ્જ છે. તેમાં આવી ઉત્પાદન કંપનીઓનો સહયોગ વડાપ્રધાનની ‘‘મેઇક ઇન ઇન્ડિયા'' નેમને પણ સાકાર કરે છે.

અબોટનો આ નવિન પ્લાન્ટ ગુજરાતમાં

અબોટનો આ નવિન પ્લાન્ટ ગુજરાતમાં

મુખ્યમંત્રીએ અબોટનો આ નવિન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત થતાં અગાઉ અમેરિકામાં ઉત્પાદિત થતી પ્રોડક્ટસ ભારત-ગુજરાતમાં બનતી થવાની છે, તે માટે અભિનંદન પાઠવ્યા હતા. આ નવતર પ્લાન્ટ રાજ્યના અનેક બાળકો, મહિલાઓ, વૃધ્ધો અને વરિષ્ઠ વડીલો માટે ઉપકારક નિવડશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્લાન્ટના ઉત્પાદનો માત્ર બિમાર વ્યક્તિઓની સારવાર માટે નહીં, પરંતુ સ્વાસ્થ્ય સુખાકારી સંભાળ માટે ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મહત્વાપુર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ

મહત્વાપુર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ

ભરૂચના સાંસદ અને કેન્દ્રિય આદિજાતિ કલ્યાણમંત્રી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ન્યુટ્રીશન કંપનીએ મહત્વાપુર્ણ પ્રોજેક્ટનો ગુજરાતના ઝઘડીયામાં પ્રારંભ કર્યો છે. કૂપોષણ નિવારણ માટે દેશભરમાં બીજો પ્રોજેક્ટ છે.

સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અમે કટિબધ્ધ

સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અમે કટિબધ્ધ

એબટ ગ્લોબલના ન્યુટ્રીશન એકઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ જોન લેન્ડ્ગ્રાફે જણાવ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોષણક્ષમ આહારની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અમે કટિબધ્ધ છીએ. ઝઘડીયા ખાતે ભારતમાં આ પ્રથમ પ્લાન્ટ છે જેમાં ઉત્પાદન કરાયેલી વસ્તુઓમાં એક પેડિયાશ્યોર કેસર બદામનો સ્વા‍દ હશે. ખાસ કરીને પર્યાવરણની દ્રષ્ટિએ વિશેષ કાળજીઓ આ પ્લાન્ટોમાં લેવામાં આવી છે. ટેક્નોલોજીના ઉપયોગ વડે 10 એકરમાં 6800 યુકેલિપ્ટીસ અને કેઝઅરિના ઝાડોનું વાવેતર થયું છે, તેમ તેમણે કહ્યું હતું.

એબટનો વિશ્વમાં ત્રીજો પ્લાન્ટ

એબટનો વિશ્વમાં ત્રીજો પ્લાન્ટ

યુ.એસ. એબટના જનરલ સેક્રેટરી થોમસ વાયડાએ જણાવ્યું હતું કે, નવો ન્યુટ્રીશન એકમ આંતરરાષ્ટ્રીય ધોરણોને પહોંચી વળવા માટે સાહિકતાથી કાર્ય કરશે. એબટનો વિશ્વમાં ત્રીજો પ્લાન્ટ છે. આ અવસરે અંકલેશ્વરના ધારાસભ્યબ ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર ગોહિલ, માજી સાંસદ ભરતસિંહ પરમાર, કલેક્ટર અવંતિકાસિંધ સહિત કંપનીના સંચાલકો અને અગ્રણીઓ ઉપસ્થિત હતા.

English summary
CM inaugurates Rs 450-Cr Green Field Plant of Abbott to people at Bharuch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more