ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવ્યા બાદ પહેલુ લોકાર્પણ વૈષ્ણોદેવી જંક્શન અંડર પાસનું કર્યુ
ગુજરાતમાં સરકાર બનાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વૈષ્ણોદેવી નજીક અડરપાસનું લોકાર્પણ કર્યુ હતુ. આ અડરપાસનું 40.36 કરોડનું નિર્માણ કરરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે અમદાવાદમાં વૈષ્ણોદેવી જંક્શન પાસે ₹40.36 કરોડના ખર્ચે નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ 6-લેન અંડરપાસના કારણે એસ.પી.રિંગ રોડ તથા એસ.જી.હાઇવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને પરિવહન વધુ સરળ બનશે.

મુખ્યમંત્રી તરીકે બીજી વખત પદભાર સંભાળ્યા પછીના આ પ્રથમ જનસુવિધા કાર્યના પ્રારંભ નિમિત્તે સરદારધામ ખાતે આયોજિત જનસભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમના માર્ગ દર્શનમાં એક થઇ નેક થઇને જે કામો કર્યા તો લોકો સુધી વાત પહોચી તેનું પરીણામ ગુજરાતની જનતાએ આપ્યુ . જે વિશ્વાસ મુક્યો તે ટકાવી રાખવાની શરૂઆત થઇ છે. રાજકારણાં નવો ચીલો શરૂ કર્યો છ. વિકાસની રાજનીતિથી પણ ચૂટણ લાડાય તેના પ્રીણામો મળતા હોય છે.












Click it and Unblock the Notifications
