For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગાપુર ડેમ બનાવવા સર્વે કરી રિપોર્ટ આપવા મુખ્યમંત્રીએ કરી સૂચના

ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર તમામ પ્રકારના વિકાસના કામો ઝડપી આટોપી લેવા માંગે છે. તેના ભાગરૂપ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંગાપુર ડેમ બનાવવા સત્વરે સર્વે હાથ ધરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને સુ

|
Google Oneindia Gujarati News

ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર તમામ પ્રકારના વિકાસના કામો ઝડપી આટોપી લેવા માંગે છે. તેના ભાગરૂપ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંગાપુર ડેમ બનાવવા સત્વરે સર્વે હાથ ધરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને સુચન કર્યુ છે.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ડેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ બાદ જિલ્લાના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી હતી. જનપ્રતિનિધિઓ દ્વારા કરાયેલી રજૂઆતોનું સત્વરે યોગ્ય અને વ્યાજબી નિરાકરણ કરવામાં આવશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગંગાપુર ડેમને અનુલક્ષીને જણાવ્યું હતું કે, ગંગાપુર ડેમ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે અને કોઈ પણ પ્રકારની ખાનગી જમીનના સંપાદન વિના ડેમ બની શકે તેમ છે, ત્યારે આ ડેમ સત્વરે મંજૂર થાય તેવી સૌની લાગણી છે.

આ બેઠકમાં સાંસદ-ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓએ રાજપીપળા શહેરની જૂની સિવિલ હોસ્પિટલને નવ-નિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવા, આદિવાસી વિસ્તારની ટ્યૂબવેલ આધારિત ખેતીમાં બોર મોટર અને ઇલેક્ટ્રિક મોટરની સુવિધા પુરી પાડવા, કરજણ ડેમ પાસે ભારે વરસાદના લીધે ધોવાણથી થતા નુકસાનને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની વિવિધ રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમ્યાન કહ્યું કે, લોકશાહી શાસન પ્રણાલિમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને જિલ્લા પ્રશાસન વચ્ચેના સુસંકલનને લીધે લોકહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવતુ હોય છે. તેમણે જિલ્લામાં યોજનાઓના અમલમાં સેચ્યુરેશન પોઇન્ટ બાબતે પણ જાણકારી મેળવી હતી.

English summary
CM instructed to survey and report for construction of Gangapur Dam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X