અમૃતકાળમાં ખેતી : હવામાન બદલાવમાં કુશળ ખેતી:- પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ સચિવ ડૉ. કિરીટ શેલત અને ફ્લોરીડા એગ્રી. યુનિવર્સિટીના ડૉ. ઓડમેરિ લિખીત-સંપાદિત પુસ્તક અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતીનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

એટલું જ નહિ, રાસાયણીક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી, ગ્રીન-ક્લિન એનર્જી, જમીન બચાવવાના ઉપાયો તથા ગાય આધારિત કૃષિ પદ્ધતિના નવતર અભિગમ પણ તેમણે દેશની આત્મનિર્ભરતા માટે અને નાનામાં નાના માનવીના હિતની, પ્રજાની પ્રાયોરિટીની ચિંતા કરીને આપ્યા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીએ દેશના ભવિષ્યનો વિચાર કરીને આગળનો રોડમેપ તૈયાર કરવા આત્મનિર્ભરતાનો કોલ આપ્યો છે. પ્રાકૃતિક ખેતી અને બેક ટુ બેઝિકનો કોન્સેપ્ટ આમાં ઉપયોગી બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતી પુસ્તકનો રાજ્યના કૃષિક્ષેત્ર માટે યોગ્ય ઉપયોગ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે હવામાન બદલાવ સામે ખેતી ટકાવી રાખવાનું ગહન માર્ગદર્શન આ પુસ્તિકા આપશે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું.
રાજ્યમાં કૃષિ વિભાગને નિતી નિર્ધારણમાં આ પુસ્તક ઉપયોગી બનશે અને સરવાળે રાજ્યની ખેતી સુદ્રઢ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું. પુસ્તકના લેખક ડૉ. કિરીટ શેલતે કૃષિક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રેરક સૂચનો-સૂઝાવો રજૂ કર્યા હતા.












Click it and Unblock the Notifications
