મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન

Written By:
Subscribe to Oneindia News

મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી ફરી એકવાર સક્રિય થઇ ગયાં છે. સીએમ રૂપાણીએ અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની પણ શરૂઆત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના સીએમ હતા, ત્યારે તેમણે આ ઉત્સવની શરૂઆત કરી હતી. એ જ પ્રથાને આગળ વધારતાં સીએમ રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દુનિયાભારના પતંગ રસિયાઓ માટે પતંગોત્સવ ખુલ્લો મુક્યો હતો. તેમણે દીપોત્સવ દ્વારા પતંગોત્સવની શરૂઆત કરાવી હતી. આ પતંગોત્સવ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનાર છે.

kite festival

આ ઉપરાંત સીએમ રૂપાણીએ વડોદરા ખાતે ઇન્ટરનેશનલ મેરેથોનનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં 42 કિમીની મેરેથોન, દિવ્યાંગો માટેની દોડ, મશાલ યાત્રા વગેરે જેવી અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. આ વર્ષે મેરેથોન દોડ માટે રેકોર્ડ બ્રેકિંગ સંખ્યામાં રજિસ્ટ્રેશન થયું છે. કુલ 91 હજાર લોકોએ મેરેથોનમાં ભાગ લેવા માટે નામ નોંધાવ્યું છે. વડોદરામાં વહેલી સવારે મેરેથોન ફ્લેગઓફ કરવામાં આવી હતી. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદની સીઆઇએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરિયાતમંદોને આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમણે અહીં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની ઉપયોગિતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આ સમયની માંગ છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ શ્રેષ્ડ તબીબી સિદ્ધિ છે. આ સાથે જ તેમણે પોતાના બોડી ઓર્ગન દાન કરવાનો નિશ્ચય કર્યો હતો.

English summary
CM Vijay Rupani flagged off International Marathon at Vadodara and International Kite Festival at Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.