For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વરસાદના પાણીથી થયું જળબંબાકાર, CMએ કરી બેઠક

ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ ઊભી થઇ છે. જેના કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી છે. આ અંગે વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે. જે રીતે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે જોતા સ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે પરિસ્થિતિને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક કરીને પરિસ્થિતિના તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાાં છેલ્લા ર૪ કલાકમાાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજી હતી. રાજ્યના 11 તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં ચોટીલામાં 450 મીમી, ટંકારામાં 3.40 મીમી, રાજકોટમાં 238 મીમી, કપરાડા 260 મીમી જેટલો વરસાદ એક સાથે ખાબકી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

cm rupani

અને હવામાન ખાતાએ આવનારા બે દિવસ દરમિયાન પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેને કારણે સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના ઊભી થઇ છે. મુખ્યમંત્રીએ આ બેઠકમાં રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદના સમયે તંત્રને સંપૂર્ણ પણે સજ્જ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ એન.ડી.આર.એફની ટીમને પણ ચોટીલા, ટંકારા, વલસાડ, સુરત અને પાલનપુરમાં જરૂર જણાય ત્યારે મદદ પહોંચાડવા માટે સજ્જ રહેવા જણાવ્યું છે. સાથે જ બેઠકમાં સર્વત્ર વરસાદ, નદી-ડેમમાં પાણીનો આવરોને સ્થળાંતર, માર્ગોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

English summary
CM Review Meeting For Heavy Rain In Gujarat. Read here more on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X