ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની ૧૨મી કોન્ફરન્સનો પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝની ૧૨મી કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો.

અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝની ૧૨મી કોન્ફરન્સ સભ્ય દેશો માટે પોતાની બેસ્ટ પોલિસીંગ પ્રેક્ટિસને ઉજાગર કરવાનો મંચ બની છે.

International Association of Police Academies

ટ્રેનિંગ, રિસર્ચ અને પ્રોફેશનલ ડેવલોપમેન્ટ માટે તેમજ ટેકનોલોજી અને ઇનોવેશનને અપનાવવા માટે સહયોગ કરીને આ કોન્ફરન્સ પોલીસિંગને નવા આયામ પ્રદાન કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું કે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમી ૬૩ દેશની ૮૦ પોલીસ એકેડમીઓને સાથે જોડીને પોલિસીંગને વૈશ્વિક સ્તરે નવી દિશા, નવું બળ આપી રહી છે.

પોલીસ બળની જવાબદારી માત્ર સમાજમાં કાનૂન વ્યવસ્થા કે શાંતિ સલામતી જાળવવાની જ નથી. તે ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રેસ્ક્યુ અને સેફટી ઓપરેશન્સ તેમજ કુદરતી કે માનવસર્જિત અનેક આપદાઓમાં પણ પોલીસ દળ સતત કાર્યરત રહે છે.

સરકારે હંમેશા પોલીસ દળમાં બેસ્ટ પ્રેક્ટિસ અને તેના પોઝિટિવ ઇમ્પ્લીમેન્ટેશનને પ્રાથમિકતા આપી છે. વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં તેમના દિશા-દર્શનમાં કાર્યરત છે.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, વર્તમાન સમયમાં ક્રાઈમ અને તેનો પ્રકાર બદલાતો જાય છે. સાયબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ અને ડ્રગ્સ જેવા દૂષણોએ નવા પડકારો ઊભા કર્યા છે. ઝીરો ટોલરેન્સની નિતીથી આ પડકારોને પહોંચી વળવા માટે આ કોન્ફરન્સ વિચારોના આદાન-પ્રદાનનોનું માધ્યમ બની રહેશે.

આ કોન્ફરન્સમાં વર્તમાન સમયને અનુરૂપ વિવિધ વિષયો પર જ્ઞાનસત્ર અને ચર્ચા-પરામર્શ થવાના છે તેની પણ મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X