For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગત વર્ષની સરખામણીએ કચ્છમાં ડેંગ્યુના કેસમાં થયો ભારે વધારો

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની ગતિમાં ઘટાડો થયો છે અને એક તબક્કે એપ્રિલમાં જ્યાં દરરોજના 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા ત્યાં હવે સપ્ટેમ્બરમાં હજુ સુધી કુલ 392 કેસ સામે આવ્યા છે. જોકે, છેલ્લા બે મહિનાથી ડેન્ગ્

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસની ગતિમાં ઘટાડો થયો છે અને એક તબક્કે એપ્રિલમાં જ્યાં દરરોજના 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા ત્યાં હવે સપ્ટેમ્બરમાં હજુ સુધી કુલ 392 કેસ સામે આવ્યા છે. જોકે, છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બિમારીઓએ માથું ઉંચક્યું છે. કચ્છમાં મેલેરીયા અધિકારીએ માહિતિ આપતા જણાવ્યું હતુ કે છેલ્લા ડેંગ્યુના 50 કેસ નોંધાયા છે. ગયા વર્ષે ફક્ત 40 સેમ્પલ નોંધાયા હતા જેમાના 2 પોઝિટીવ થયા હતા.

Dengue

આ વર્ષે 300 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 50 કેસ પોઝિટીવ નોંધાયા હતા. વહિવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપિલ કરવામાં આવી છે. જિલ્લા મેલેરીયા અધિકારી પ્રકાશભાઇએ આ માહિતિ આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે ઘરની આજુબાજુ નાના પાણીના ખાબોચીયામાંથી આ મચ્છરો ઉત્પન્ન થાય છે તેથી આ પાણીનો નિકાલ કરવો જોઇએ. સ્ચ્છતા જાળવવી જોઇએ જેથી આ રોગોથી બચી શકાય.

English summary
Compared to last year, there has been a huge increase in dengue cases in Kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X