હાર્દિક વિરૂદ્ધ અમદાવાદ પોલીસ જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે

અમદાવાદમાં રેલી કરવા મામલે હાર્દિક પટેલ પર દાખલ કરવામાં આવી રેલી. વધુ વાંચો અહીં.

પાસ લીડર હાર્દિક પટેલનું કદ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે આજે હાર્દિક પટલે પોલીસ પરમીશન વિના રોડ શો કરતા ભાજપ પણ ચોંકી ઉઠ્યું છે. અને પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. પાસ દ્વારા તારીખ 6 ડીસેમ્બરના રોજ પરમીશન મોકલી હતી કે પાસ ઘુમા ગામથી નિકોલ સુધીનો મેગા રોડ યોજવા માંગે છે. પણ, અમદાવાદ પોલીસ કમિશનરે આ પરમીશન રદ્દ કરી હતી. ત્યારે આજે હાર્દિકે પોલીસ પરમિશન વિના મેગા રોડ શો યોજીને ભાજપને રીતસરની ચેલેન્જ આપી છે. તેમાં પણ હાર્દિકે ભાજપના ગઢ ગણાતા નારણપુરા, ઘાટલો઼ડીયા, રાણીપ, કે. કે. નગર, ચાંદલોડીયા જેવા વિસ્તારમાં ફરીથી ભાજપની ઉંધ હરામ કરી દીધી છે. ત્યારે પોલીસ પરમિશન વિના રોડ શો યોજવામાં આવતા પોલીસ દ્વારા હાર્દિક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવનાર છે.

Hardik patel

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટ પોલીસે પરમીશન રદ કરી હોવા છતાય, રાજકોટ પાસ દ્વારા 150 ફુટ રોડ પર એક સભા યોજવામાં આવી હતી. જેમાં 60,000થી વધુ લોકો આવ્યા હતા. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે ગાંધીનગર પોલીસે પણ આ પ્રકારની ફરિયાદ નોંધી હતી. જેમાં હાર્દિક પટેલે પોલીસ પરમિશન વિના માણસામાં રેલી યોજી હતી. આમ, હાર્દિક પટેલ વિરૂધ્ધ ત્રીજો ગુનો નોંધવામાં આવનાર છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X