For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનને મોંઘો પડ્યો ગીર અભ્યારણનો પ્રવાસ, ફરિયાદ દાખલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જૂનાગઢ, 3 એપ્રિલ: સચિન તેંડુલકરની ગુજરાતના સિંહ અભ્યારણનો પ્રવાસ વિવાદોમાં ઘેરાઇ ગયો. ચૂંટણી કમિશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં સચિન તેંડુલકરની સાથે અભ્યારણની મુલાકાઅ કરાવનાર વન વિભાગના અધિકારીઓ પર આદર્શ આચાર સંહિતાના ભંગને લઇને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

જૂનાગઢના આરટીઆઇ કાર્યકર્તા સંઘે આજે રાજ્ય ચૂંટણી કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરીને 22 માર્ચના રોજ સચિન તેંડુલકરની સાથે ગયેલા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. સંઘે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે 'વન વિભાગના તે આધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જે સચિન તેંડુલકર અને તેમાના પરિવાર સાથે ગીર સિંહ અભ્યારણના પ્રવાસ દરમિયાન તેમની સાથે હતા. આમ કરીને તેમને આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'

sachin-tendulkar-gujarat-04

આ ફરિયાદ વન વિભાગના બે અધિકારીઓ આર એલ મીણા અને સંદીપ કુમાર વિરૂદ્ધ દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે, 'તે સરકારી વાહનોનો કાફલો લઇને ત્યાં ગયા અને તેમણે અભ્યારણમાં વધુ સમય વિતાવ્યો. આ મુજબ તેમણે આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે.'

સચિનના ગીર પ્રવાસની તસવીરો જોવા માટે અહીં ક્લિક કરોસચિનના ગીર પ્રવાસની તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો

જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને પીઠાસીન અધિકારી આલોક કુમાર પાંડેએ કહ્યું હતું કે આ મુદ્દે ફરિયાદ મળી છે. તેંડુલકરની સાથે જનાર વન વિભાગના અધિકારીઓને ચૂંટણીમાં ડ્યૂટી આપવામાં આવી ન હતી.' સચિન તેંડુલકર, તેમની પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન તથા તેમના પરિવારના કેટલાક મિત્રો 22 માર્ચના રોજ ગીર સિંહ અભ્યારણ ગયા હતા.

English summary
A complaint was filed before the Election Commission yesterday, seeking action against forest officials alleging breach of the Model Code of Conduct, after they accompanied cricketer Sachin Tendulkar during his recent visit to the Gir lion sanctuary in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X