For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં પીજીવીસીએલ ની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ

રાજ્યમાં અવાર નવાર પેપર લીંકની ઘટના બનતા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ભરીત પરીક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે લેવાયેલી પીજીવીસીએલની જૂનિયર આસિસ્ટન્ટની પરીક્ષના રાજકેટના શ્રી કાંતિલાલ અમૃતલાલ પાઘી અંગ્રેજી માધ્યમન

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં અવાર નવાર પેપર લીંકની ઘટના બનતા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ભરીત પરીક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આજે લેવાયેલી પીજીવીસીએલની જૂનિયર આસિસ્ટન્ટની પરીક્ષના રાજકેટના શ્રી કાંતિલાલ અમૃતલાલ પાઘી અંગ્રેજી માધ્યમની લૉ કોલેજમાં પેપરની સીલ તુટેલ આવ્યુ હતુ. આ મામલે ક્લામાં હાજર 20 વિદ્યાર્થીઓએ ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી પણ આમ છતા કોલેજના પ્રિન્સિપાલ સહિતના પરીક્ષા સેન્ટર પર હાજર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તુણૂંક કરવામાં આવી હતી અને કરવામાં આવેલ ફરિયાદની કોપી પણ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવી ન હતી.

EXAM PAPER LEAK

આ સાથે જ રાજકોટનાજ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના કન્વેન્શન હોલના રૂમ નં 2 ના બ્લોક 5 અને 6 માં પણ 8 થી 9 પેપરના સીલ તુટેલા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વરા કરવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ક્લાસ ઇન્સ્ટ્રક્ટર અને પ્રિન્સિપાલને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતા કોઇ પણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવી હોવાની રાવ વિદ્યાર્થીઓમાં ઉભી થઇ હતી. વિદ્યાર્થીઓ આ મામલે નાગરાજગી પણ વ્યક્ત કરી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે હોબાળો કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બનાવની વિગત મેળવીને તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર મામેલ તંત્ર દ્વારા પેપર ફુટ્યુ હોવાનો અને સીલ તુટેલુ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દિધો હતો. તંત્રએ જણાવ્યુ હતુ કે, પેપર ઉમેદવારોની હાજરીમાં જ ખોલવામાં અને સીલ કરવામાં આવ્યા હતા. 20 જેટલા ઉમેદવારોએ સીલ તૂટેલા હોવાની ફરિયાદ કરી હતી.

આજે પીજીવીસીએલની જૂનિયર આસિસ્ટન્ટની 57 જગ્યા માટે 35000 જેટલા ઉમેદવારોએ સમગ્ર રાજ્યમાથી પરીક્ષા આપી હતી. રાજકોટ શેહરના વિવિધ સેન્ટરો ખાતે આ પરીક્ષા યોજાઇ હતી.

English summary
Complaint of students that paper of PGVCL examination in Rajkot has been leaked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X