For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પાસે માત્ર ગાંધીનું નામ છે, કામ તો નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
ભાવનગર, 26 નવેમ્બર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અભિયાનની શરૂઆત થતાંની સાથે જ 'મોદી મેજીક' જોવા મળી રહ્યો છે. રવિવારે ભાજપના સ્ટાર પ્રચારકોનો કાફલો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ઉતર્યો છે, ચૂંટણી પ્રચાર માટે આવેલા સ્ટાર દિગ્ગજોના કેન્દ્રસ્થાને નરેન્દ્ર મોદી હતા.

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે તેમને મહાત્મા ગાંધીના કાર્યોને આગળ વધારનાર નેતા ગણાવ્યાં છે. નરેન્દ્ર મોદી માટે મહત્વપૂર્ણ ગણાતા સૌરાષ્ટ્રના ભાવનગરમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે માત્ર ગાંધીનું નામ જ છે, કામ તો નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. ગાંધીજીને પોતાના પર વિશ્વાસ હતો એટલે સ્વાલંબી બનવાનો ઉપદેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસને વિદેશી રોકાણ પર વિશ્વાસ છે.

આ મહિનાની 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે રવિવારથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દિધી છે. નક્કી કરવામાં રણનિતી મુજબ પ્રથમ ચરણમાં જે વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણીમાં યોજાવવાની છે તે વિસ્તારોને બે દિવસમાં કવર કરી લેવાની ભાજપે યોજના બનાવી છે. રાજનાથ સિંહે ભાવનગરમાં ચૂંટણી કમાન સંભાળી હતી પરંતુ નરેન્દ્ર મોદીના સુશાસને મહત્વ આપવામાં આવ્યું હતું.

રાજનાથ સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન તે કામ કરી બતાવ્યું છે જે કે હું કેટલાક કારણોને લીધે ઉત્તર પ્રદેશમાં કરી શક્યો નથી. કોંગ્રેસ પર નિશાન તાકતાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ ગાંધીના નામના સહારે બધુ મેળવવા માંગે છે, પરંતુ તેને ગાંધીની રિતી-નિતી છોડી દિધી છે.

ગુજરાતમાં ગાંધીજીનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે, જેના કારણે ગુજરાત ઝડપી વિકાસ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ ભારતની તાકાત ભૂલીને એફડીઆઇના રાગ-આલાપ કરી રહી છે. તેમને પ્રજાને ચેતવી હતી કે તે કોંગ્રેસના ભ્રમથી બચે.

English summary
Narendra Modi as “most popular” and “charismatic leader” with a mass appeal beyond Gujarat, former BJP president Rajnath Singh on Sunday appealed for “record victory”.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X