For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય પદાર્થો પર લાગુ કરાયેલ જીએસટી નાબુદ કરવા કોંગ્રેસની માંગ!

કેન્દ્ર સરકાર દ્વારા રોજબરોજની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પર ૧૮ જુલાઈથી બ્રાન્ડેડ વસ્તુઓ પર ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો. અનાજ, દાળ, લોટ, કઠોળ સહિતની ચીજવસ્તુઓમાં એક જ મહિનામાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર દ્વારા રોજબરોજની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પર ૧૮ જુલાઈથી બ્રાન્ડેડ વસ્તુઓ પર ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો. અનાજ, દાળ, લોટ, કઠોળ સહિતની ચીજવસ્તુઓમાં એક જ મહિનામાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. જીએસટીના કારણે ૧૫થી ૨૦ ટકા સુધીના તોતીંગ ભાવ વધારાને લીધે ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવમાં એક જ માસમાં ત્રીજી વખત ભાવ વધી રહ્યા છે.

congress

નવા જીએસટી દર લાગુ થતા દેશમાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. મોઘવારીના મારથી ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગ અસહ્ય પિડા અનુભવી રહ્યો છે. લોટની સાથે સાથે અનાજના ભાવમાં પણ વધારો થયો છે. ૧ મહિનામાં અડદની અને મગ દાળ ૧૫ રૂપિયા મોઘી થઇ છે. અનાજ-કઠોળમાં પણ ૫ ટકા વધારા બાદ ત્રીજી વખત ભાવ વધ્યાની વિગતો સામે આવી છે. ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જીએસટીના મૂળ કાયદા તથા નિયમોમાં સતત ફેરફાર કર્યા છે જેના કારણે જીએસટી કાયદાનું સ્વરૂપ ખૂબ જ વિકૃત બની ગયું હોવાનુ ગુજરાત કોંગ્રેસ દ્વારા જણાવ્યુ છે.

૨૦૧૪માં ગેસ સીલીન્ડરના ભાવ ૪૩૪ રૂપિયા તે સતત વધીને 1078 પહોંચ્યા છે. ભાજપ સરકારે પેટ્રોલ ડીઝલ પરની એકસાઇઝ ડ્યુટી સતત વધારીને ૨૮ લાખ કરોડ દેશના નાગરિકોના કિસ્સામાંથી લુટી લીધા. એક તરફ પેટ્રોલ - ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજીબાજુ રૂપિયાનું સતત અવમુલ્યનથી મોંઘવારી આસમાને પહોંચી છે. મોંઘવારીના મારથી જનતા પીસાઈ રહી છે સાથોસાથ બેરોજગારી પણ સતત વધતી જાય છે. લોકોના ધંધા-રોજગાર છીનવાઈ રહ્યાં છે. જીવન જરૂરિયાત ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલ ૫ ટકા જીએસટી પરત ખેચવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

English summary
Congress demand to abolish GST applied on food items!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X