મનસુખ શાહ લાંચ મામલે કોંગ્રેસ દ્વારા CBI તપાસની માગ

Subscribe to Oneindia News

એમ.બી.બી.એસ. /એમ.ડી. / એમ.એસ. / બી.ડી.એસ./એમ.ડી.એસ. સહિતના અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા (એમ.સી.આઈ) ની પરીક્ષા પાસ કરાવવા રૂા. ૨૦ લાખ રૂપિયાની લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરોના છટકા ઝડપાયા હતા. સમગ્ર મામલે મનસુખ શાહ એમ.સી.આઈ. ના કયા માથા માટે વચેટીયાની ભૂમિકા ભજવતા હતા તે તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠમાં કરોડો રૂપિયાના ડોનેશનો ઉઘરાવવામાં આવતા હતા. ૭૦ થી ૮૦ લાખ રૂપિયામાં એમ.બી.બી.એસ. અને ૧.૫૦ થી ૨ કરોડમાં એમ.ડી.એસ. ની બેઠક દીઠ ઉઘરાવનાર મનસુખ શાહ રાજ્યના વાલીઓને લૂંટવાનો બેરોકટોક વેપાર ચલાવતા હતા.

manshukh shah

અનેક વખત વિદ્યાર્થી-વાલીઓ દ્વારા પ્રવેશ-પરિક્ષા અને અન્ય ગેરરીતીઓમાં વ્યાપક રજૂઆત છતાં જે તે સમયે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર આંખ આડા કાન કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા માનીશ દોશીએ આક્ષેપ કર્યો હતો રાજ્યમાં સુમનદીપ જેવી અનેક સંસ્થાઓ કરોડો રૂપિયા દર વર્ષ ગેરકાયદેસર રીતે ઉઘરાવી રહી છે. સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ એ એમ.સી.આઈ. ની પરીક્ષા પાસ કરાવવા લાંચ રૂા. ૨૦ લાખ લેવાની ઘટના પરથી તપાસ કરાવવી જોઈએ કે, એમ.સી.આઈ. માં પરીક્ષા પાસ કરાવવાનું કેટલું મોટું કૌભાંડ ચાલે છે? ભૂતકાળમાં મનસુખ શાહ અને એમ.સી.આઈ. ની ગોઠવણથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? અને કેટલાં નાણાં ગોઠવણ માટે ઉઘરાવામાં આવ્યા? એમ.બી.બી.એસ.ની પરીક્ષા પાસ કરાવવા મનસુખ શાહ કોના દ્વારા - કોના માટે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા? શ્રી મનસુખ શાહ એમ.સી.આઈ. ના કયા મોટા માથા માટે વચેટીયાની ભૂમિકા ભજવતા હતા?

કોંગ્રેસના પ્રવક્તા માનીશ દોશીએ જણાવ્યું હતું સમગ્ર કૌભાંડમાં મોટી ગેરરીતીઓ બહાર આવે. તેમ છે આજ પ્રકારના કેટલા કૌભાંડ એમ.સી.આઈ. સુધી જોડાયેલા છે તે સમગ્ર કૌભાંડની તપાસ સીબીઆઈ મારફતે થવી જોઈએ અને જ્યાં સુધી મનસુખ શાહ અને એમ.આઈ.સી. ની સાંઠગાઠવાળી કૌભાંડની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એમ.સી.આઈ. ની તમામ સત્તા સ્થગિત કરવામાં આવે.

English summary
Congress demands CBI investigation on Mansukh shah case. Read more on it.
Please Wait while comments are loading...