કોંગ્રેસમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધુનો ઘાટ સર્જાયો!
ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક મનાવો ત્યાં તેર રૂઠે જેવી છે. ચૂંટણી નજીક આવતાંની સાથે જ આજે કોંગ્રેસમાંથી કોણ ગયુ તે સમાચાર જો સાંભળવા ન મળે તો જ નવાઇ ગણાય.
ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક મનાવો ત્યાં તેર રૂઠે જેવી છે. ચૂંટણી નજીક આવતાંની સાથે જ આજે કોંગ્રેસમાંથી કોણ ગયુ તે સમાચાર જો સાંભળવા ન મળે તો જ નવાઇ ગણાય. કોંગ્રેસમાં પણ નેતાઓની સંખ્યા કાર્યકરો કરતાં અનેક ગણી હોય તેમ છેલ્લા 20 વર્ષથી ગયારામ ચાલુ હોવા છતાં ખુટતાં જ નથી. ખરેખર તો, રાજકારણમાં નેતાઓ સામાન્ય કાર્યકરમાંથી પેદા થતાં હોય છે. પરંતું, કોંગ્રેસમાં ક્યાંક ઉલટું હોય તેમ સીધા નેતા જ બની જાય છે, કોઇ કાર્યકરો બનવા જ તૈયાર નથી.

તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા માળખુ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં, 24 ઉપ પ્રમુખ, 75 જેટલા મહામંત્રીઓ અને 150થી વધુ સેક્રેટરીઓનું જમ્બો માળખું જાહેર કર્યુ હતું. ત્યારે હવે, 7 કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે, ખરેખર કોંગ્રેસમાં હોદ્દાઓ આપવામાં આવે છે કે તેની જવાબદારી પણ આપવામાં આવે છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન થાય છે.
કોંગ્રેસમાં નવા સાત કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક કરવા પાછળના કારણમાં ક્યાંકને ક્યાંક નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના પદગ્રહણ બાદ કોંગ્રેસના અનેક અસંતૃષ્ટ નેતાઓએ પક્ષ છોડ્યો છે. જગદિશ ઠાકોર આંતરિક અસંતોષ ઠારવામાં અસફળ રહ્યા છે. જૂથવાદ અને સક્રિય કાર્યકરોની અવગણનાના કારણે કોંગ્રેસને અનેક વિરષ્ઠ આગેવાનો અને કાર્યકરો નિષ્ક્રિય થવા લાગ્યા હતા. જેના કારણે કોંગ્રેસ દ્વારા જાતિવાદી સમિકરણોને ધ્યાનમાં રાખી નવા કાર્યકારી અધ્યક્ષોની નિમણૂંક કરી છે, આ રીતે કોંગ્રેસનો આંતરીક વિખવાદ દૂર કરી જાતિવાદી સમિકરણની વ્યૂહરચના વનવાસમાં રહેલી કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડશ કે કેમ તે ચૂંટણી સમયે જોવા મળશે.












Click it and Unblock the Notifications
