PM પદ માટે રાહુલ સક્ષમ હોવાના મુદ્દે કોંગ્રેસ સ્પષ્ટ: શિંદે

સુશીલ કુમાર શિંદેએ રવિવારે કહ્યું હતું કે વડાપ્રધાન પદ માટે પાર્ટી મહાસચિવ રાહુલ ગાંધીની ક્ષમતાને લઇને સ્પષ્ટ છે, તેમને કહ્યું હતું કે જો કે ભાજપ 2014ની ચુંટણીને લઇને પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોઇ નિર્ણય કરી શકી નથી.
ભાજપ આ પદ માટે લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી સાથે વાત કરી રહી છે. સુશીલ કુમાર શિંદેએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ તીર તાક્યું હતું. સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે 2003માં તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના મુખ્યમંત્રી રહી ગયાં છે જ્યારે તેઓ આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બન્યા અને ત્યારબાદ તેઓ કેન્દ્રમાં મંત્રી પણ બની ગયા.
સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે આનાથી સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદીએ બીજુ કોઇ પદ સંભાળ્યું નથી અને રાજકારણમાં તેમને પ્રગતિ કરી નથી. સુશીલ કુમાર શિંદેએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ગુજરાત સરકાર ખેડૂતોને પુરતી વિજળી આપી રહી નથી પરંતુ તેને વેચી રહી છે. ગુજરાતને કેન્દ્રીય વિજળી સેક્ટરની પરિયોજના આપવામાં આવી છે.
સુશીલ કુમાર શિંદેએ નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાની છાપ બનાવવા માટે ભારે ખર્ચ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસ થયો હોવાના ખોટા દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યાં છે પરંતુ ગુજરાતના લોકોને તેનો આભાસ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
