For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉંગ્રેસના નેતાના અભદ્ર નિવેદનથી ભાજપ ઉશ્કેરાયું, કૉંગ્રેસ કાર્યલય પર કર્યો હલ્લાબોલ

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે વિવાદિત નિવેદન કર્યુ હતું.

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય મહાપંચાયતમાં કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની માતા અંગે વિવાદિત નિવેદન કર્યુ હતું. જેના કારણે ભાજપના કાર્યકરોની લાગણી દુભાતાં રવિવારની સાંજે અમદાવાદ કોગ્રેસ પ્રદેશ સમિતિ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો હતો. ભાજપ- કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના નેતાઓ પણ સામ-સામે આવી ગયા હતા. તો ભાજપે અમદાવાદમાં વિરજી ઠુમરના પુતળાનું દહન કરીને રોષ વ્યક્ત કર્યો હતો.

કૉંગ્રેસના નેતાએ કર્યુ અશોભનિય નિવેદન

કૉંગ્રેસના નેતાએ કર્યુ અશોભનિય નિવેદન

ધાંગધ્રાના મોટી માલવણ ખાતે હાર્દિક પટેલની પાટીદાર મહાપંચાયત યોજાઇ હતી. આ મહાપંચાયતમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે જીતુ વાઘાણીને નિશાન બનાવીને તેમની માતા માટે અપમાનજનક ટીપ્પણી કરી હતી. વિરજી ઠુમરે જીતુ વાઘાણીની માતા પાટીદાર નહી હોય તેવું નિવેદન સભામાં કર્યુ હતું. પાટીદાર નેતા વિરજી ઠુમરની ટીપ્પણથી સભામાં પણ સોંપો પડી ગયો હતો. ત્યારે, તેના પડઘા ભાજપમાં પણ પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિરજી ઠુમરને માફી માગવાનું કહ્યુ હતું. જ્યારે રવિવારે ભાજપના સિનિયર નેતાઓ સાથે ભાજપની મહિલા પાંખ અને યુવાનો અમદાવાદના પાલડી ખાતે આવેલી કોંગ્રેસ સમિતિની ઓફિસમાં પહોંચ્યા હતા. જો કે આ મામલે પોલીસને આગોતરી જાણ થઈ જતા મોટી સંખ્યા પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા. પ્રદેશ સમિતિ પહોંચી ગયેલા ભાજપના કાર્યકરોએ દેખાવો કર્યા હતા અને પુતળા દહન કર્યુ હતું.

કૉંગ્રેસ કાર્યાલય પર સર્જાયુ ઘર્ષણ

કૉંગ્રેસ કાર્યાલય પર સર્જાયુ ઘર્ષણ

આ દરમિયાન કૉંગ્રેસના યુવા કાર્યકરો અને નેતાઓ પણ પહોચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ-સામે આવી ગયા હતા અને ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે પોલીસે બંન્ને જુથને રોકવા માટે બળ પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના પ્રવકતાએ કહ્યુ હતુ્ં કે, તમામ નેતાઓએ સંયમની ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ ભાજપ પોલીસના ભરોસે અમને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ હાર્દિકના સફળ સભા પ્રદર્શનથી ઉશ્કેરાઇ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

કૉંગ્રેસ જનતાની માફી માંગેઃ ભાજપ

કૉંગ્રેસ જનતાની માફી માંગેઃ ભાજપ

ભાજપના પ્રદેશ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, જાહેરજીવનની તમામ મર્યાદાઓને નેવે મુકીને કોંગ્રેસે હલકા શબ્દો અને હલકી રાજનીતિ દ્વ્રારા પોતાનું પોત પ્રકાશ્યું છે. જીતુ વાઘાણીના માતા વિષે અભદ્ર ટીપ્પણી કરી કોંગ્રેસે સમગ્ર ગુજરાતની માતૃશાક્તિનું અપમાન કર્યું છે. ત્યારે, કોંગ્રેસ અને તેના ધારાસભ્ય વીરજી ઠુમર સમગ્ર ગુજરાતની માતૃશાક્તિની માફી માંગે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ માતા કે બહેનનું અપમાન નહિ કરે તેની ખાતરી ગુજરાતની જનતાને આપે તેવી માંગ ભાજપે કરી હતી.

વિરજી ઠુમર સામે પગલાં ભરવા ભાજપની માંગ

વિરજી ઠુમર સામે પગલાં ભરવા ભાજપની માંગ

ભાજપના નેતા આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જરાપણ શરમ બચી હોય તો તેના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સામે તાત્કાલિક ધોરણે પગલા ભરે.પ્રજાનો વિશ્વાસ અને પ્રેમ ગુમાવી ચુકેલી કોંગ્રેસે તમામ લાજ શરમ નેવે મૂકી જનસામાન્યનું માથું શરમથી જુકી જાય એવી ભાષાનો પ્રયોગ કર્યો છે.જે નિંદનીય છે.

રાજ્યમાં ઠેર ઠેર કરાયો વિરોધ

રાજ્યમાં ઠેર ઠેર કરાયો વિરોધ

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરના અશોભનિય નિવેદનના પગલે ઉશ્કેરાયેલા ભાજપના કાર્યકરોએ અમદાવાદ સહિત અમરેલી, ભાવનગર, ઉપલેટા, લાઠી સહીત અન્ય અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા. તેમજ વિરજી ઠુમરના પૂતળા દહન કરીને માફીની માંગ કરી હતી.

English summary
congress leader virji thumar's controversial statement in patidar nyay maha panchayat, bjp oppoesed it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X