કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ ભાવ વધારાના વિરોધમા CM ભૂપેન્દ્ર પટેલને એમેઝોન પરથી ભેટમાં મોકલ્યા 2 કિલો ટામેટા
ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ટામેટા ભાવ હાલમાં સાતમાં આસમાને છે. ટામેટાની કિંમતોએ અત્યાર સુધીના બધા રેકૉર્ડ તોડી નાખ્યા છે. 156 રુપિયે કિલો વેચાતા ટામેટા મધ્યમ અને ગરીબ વર્ગની પહોંચ બહાર થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બે કિલો ટામેટા એમેઝોન દ્વારા ઑનલાઈન ઑર્ડર કરીને શુભેચ્છા ભેટરુપે મોકલ્યા છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યુ કે તેમને ગૃહિણીઓના અવાજને અને તેમની મોંઘવારી સામેની વ્યથાને પ્રતિકાત્મક રીતે વાચા આપી છે. તેમણે ટામેટાના વધતા ભાવ મુદ્દે આવી અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
તમને જણાવી દઈએ કે 22 રુપિયે કિલો વેચાતચા ટામેટાના ભાવ જૂનમાં 100ને પાર અને જુલાઈમાં દેશના અમુક ભાગોમાં 200 રુપિયા સુધી પહોંચી ગયા હતા. જે ટામેટાના ભાવમાં 445 ટકાનો વધારો દર્શાવે છે.
ટામેટાના વધતા ભાવની સરખામણી પેટ્રોલ અને ડીઝલના ભાવ સાથે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર મીમ્સનુ પૂર આવ્યુ છે. વળી, ટામેટા અને તેની રાજકીય અસર પર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે દેશમાં અમુક જગ્યાએ ભારે વરસાદ અને વધુ તાપમાનની ટામેટાના ઉત્પાદન પર અસર થઈ હતી. જેના કારણે ભાવમાં પાંચ ગણો વધારો થયો હતો. ઓછા ઉત્પાદનના કારણે જૂન અને જુલાઈમાં ટામેટા મોંઘા થતા હોય છે પરંતુ આ વર્ષે તો હદ જ થઈ ગઈ. જો કે, 15 જુલાઈ બાદ ટામેટાના ભાવમાં ઘટાડો આવવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
