કોંગ્રેસને લાગ્યો વધુ એક ફટકો, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ આપ્યું રાજીનામું

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત ફટકા લાગી રહ્યા છે. એક પછી એક કોંગ્રેસની વિકેટો ખરી રહી છે. પહેલા ધારાસભ્ય જવાહર ચાવડા પછી સાબરિયા અને હવે જામનગર ગ્રામ્યથી ધારાસભ્ય વલ્લભ ધારાવિયાએ પણ પાર્ટીને અલવિદા કહી દીધી છે. વલ્લભભાઈ ધારવિયાએ સોમવારે પોતાનું રાજીનામું ગુજરાત વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સોંપી દીધું છે.

congress

ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા-હળવદ સીટ પરથી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાએ બે દિવસ પહેલા જ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ પણ સોમવારે ગુજરાત ભાજપના પ્રવક્તા આઈકે જાડેજા અને ભરત પંડ્યાની હાજરીમાં પોતાના 500 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ગત શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું આપ્યાના તુરંત બાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તમેણે કોંગ્રેસ છોડવા પાછળનું કારણ આપતા કહ્યું કે કોંગ્રેસમાં મજા નહોતી આવતી એટલે ભાજપમાં જોડાઈ ગયો. વધુમાં તેમણે કહ્યું હતું કે આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન પર કરવામાં આવેલ એરસ્ટ્રાઈકને સમર્થન આપવા માટે તેઓ ભાજપમાં સામેલ થયા છે. જવાહર ચાવડા જૂનાગઢના માણાવદરથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. કોંગ્રેસ સાથે તેમનો 50 વર્ષથી પણ વધુનો નાતો હતો.

છેલ્લા એક અઠવાડિયામાં કુલ 3 કોંગ્રેસી ધારાસભ્યોએ પંજાને અલવિદા કહ્યો છે. ત્યારે રાજીનામાના પ્રવાહમાં અલ્પેશ ઠાકોરે પણ રાજીનામાની ચિમકી ઉચ્ચારી કોંગ્રેસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રો મુજબ પોતાની પત્નીને લોકસભાની ટિકિટ અપાવવા માટે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી અને કોંગ્રેસ મોવળી મંડળને મળવા પણ ગયા હતા પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં તેમને જણાવી દીધું હતું કે "અમે શંકરસિંહ વાઘેલાને પણ નહોતા રોક્યા." જો કે કોંગ્રેસનું નાક દબાવવા ગયેલ અલ્પેશ ઠાકોરની બાજી ઉલટી પડતાં તેમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કોંગ્રેસમાં જ રહેવાની વાત ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે મને કોંગ્રેસ સાથે મતભેદ હતો પણ હવે નથી રહ્યો. હવે વિધાનસભામાં કોંગ્રેસ પાસે માત્ર 74 સીટ જ રહી છે.

જણાવી દઈએ કે આજે બપોર પહેલા જ વલ્લભભાઈ રાજીનામું આપવાના હોવાની બાતમી વનઈન્ડિયા ગુજરાતીના સૂત્રોએ આપી દીધી હતી. વનઈન્ડિયા ગુજરાતીના પત્રકારે વલ્લભભાઈનો સંપર્ક સાધવા સતત પ્રયત્ન કર્યા પણ બપોરથી જ વલ્લભભાઈ પોતાનો મોબાઈલ સ્વીચ ઑફ કરીને બેઠા હોય તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્યની વિકેટ ખડી, જવાહર ચાવડા સંભાળશે ભાજપનું મંત્રીપદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X