ગુજરાત કોંગ્રેસમાં હવે કોઇ નેતા રહ્યા નથી.:કાંતિભાઇ સોઢા પરમાર

આંણદના પુર્વ ધારાસભ્ય અને મધ્યગુજરાત કોંગ્રેસના મોટા નેતાશ્રી કાંતિભાઇ સોઢા પરમાર આજે કોંગ્રેસને રામ રામ કરી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં વિવિધ રાજકીય પાર્ટીના નેતા અને સામાજીક આગેવાનો જનતાની સેવા કરવા ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આંણદ વિધાનસભાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

C.R.PATIL

કાંતિભાઇ સોઢાએ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાં વર્ષો સુધી કામ કર્યા બાદ આજે પ્રાથમિક પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષના હસ્તે ખેસ પહેરી જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને રાષ્ટ્રભાવના તેમજ વિકાસની નીતીથી પ્રેરાઇ આજે કોઇ પણ અપેક્ષા રાખ્યા વગર ભાજપમાં જોડાયો છું. આંણદ જિલ્લા અને મધ્ય ગુજરાતના લોકો માટે ભાજપમાં જોડાઇ વધુ કામ થાય તેવા પ્રયત્ન કરીશુ અને રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના માનવીને મળે તે માટે પ્રયાસ કરીશું. ભાજપમાં આજે જોડાયા પછી પક્ષ જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક પુર્ણ કરવાનો પ્રયાસ કરીશું.

કાંતીભાઇ સોઢાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતના કામમાં કોઇ રસ નથી. દિલ્હી કોંગ્રેસના કોઇ નેતા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની મદદ માટે આવ્યા નથી. કોંગ્રેસ તેમના કાર્યકરોને સાચવતી નથી જયારે ભાજપ તેમના કાર્યકરોને સર્વો પ્રથમ રાખે છે. કોંગ્રેસમાં હવે કોઇ નેતા રહ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X