For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની દમન પ્રતિકાર રેલીને પોલિસે અટકાવી થયું ધર્ષણ

|
Google Oneindia Gujarati News

આજે બપોરે કોંગ્રેસે અમદાવાદમાં જેલમાં બંધ હાર્દિક પટેલ અને તેના સાથીદારોને છોડાવા માટે કોંગ્રેસે દમન પ્રતિકાર રેલી સાબરમતી આશ્રમથી નીકાળી હતી. જો કે રેલીને મંજૂરી નહતી મળી. જેના કારણે રેલી નીકળવાની સાથે જ પોલિસે રસ્તો બ્લોક કરી દેતા કાર્યકર્તાઓ અને પોલિસ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને પોલિસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

નોંધનીય છે કે આજ સવારથી જ રાજ્યભરમાંથી અમદાવાદ આવતા કોંગ્રેસી નેતાઓની ટોલબૂથ આગળ જ અટક કરવામાં આવી હતી. જે બાદ રેલી નીકાળવા જતા ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને અર્જૂન સિંહ મોઢવાડિયાની અટક કરવામાં આવી હતી અને તેમને સ્ટેડિયમ લઇ જવામાં આવ્યા હતા.

hardik patel

જો કે ક્રોંગ્રેસનો આરોપ છે કે રેલી માટે પહેલેથી જ મંજૂરી માટે માંગ કરવા છતાં સરકાર સાથે મળીને પોલિસે આ રેલીને મંજૂરી નહતી આપી. અને પોલિસની લાઠીચાર્જને પણ કોંગ્રેસી નેતાઓએ પોલિસ અને કેન્દ્ર સરકારની અજાકતા બતાવી હતી. શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે સરકાર જનતાનો અવાજ દબાવવા માંગે છે.

નોંધનયી છે કે આ રેલીમાં શંકરસિંહ અને શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર નહતા રહ્યા તો બીજી તરફ એસપીજી પણ આ રેલીથી પોતાની દૂરી બનાવી હતી. તો સામા પક્ષે એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકરે કોંગ્રેસની આ રેલીનો વિરોધ કરતા કહ્યું હતું કે કોંગ્રેસને આરક્ષિત સમાજ માટે નહીં પણ વોટ બેન્ક માટે જ લડવામાં રસ છે.

જો કે તે બાદ કોંગ્રેસી આગેવાનો દ્રારા અમદાવાદના કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે હાર્દિક પટેલ અને તેના સાથીઓ પર ખોટા આરોપો લગાવાનો આક્ષેપ કર્યો હતો અને તેમને મુક્ત કરવાની માંગણી કરી હતી.

English summary
Congress Rally For Release Of Hardik Patel Without Police Permission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X