ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 40 સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતારશે. જેમાં નવજોતસિંહ સિદ્ધુ પણ હશે. જાણો આ અંગે વિગતવાર અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી લીધી છે. આ સાથે જ હવે જ્યારે ચૂંટણીના થોડા જ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા 40 જેટલા નેતાઓ સ્ટાર પ્રચારરૂપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવશે. કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકોની લિસ્ટ પણ જાહેર કરી લીધી છે. જેમાં સોનિયા ગાંધીથી લઇને કુમારી શૈલજા સમેત અનેક લોકોના નામ છે. મુખ્યત્વે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ છે. આ સિવાય રાજસ્થાન તથા કોંગ્રેસના યુવા નેતાઓ જેમ કે જ્યોતિઆદિત્ય સિંઘિયા, નવજોત સિદ્ધુને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે એક સમયે નવજોતસિંહ સિદ્ધુએ ગુજરાતમાં ભાજપ તરફ પણ ચૂંટણી પ્રચાર કરેલો છે. ત્યારે કોંગ્રેસ તરફથી તે આ વખતની ચૂંટણીમાં પહેલી વાર પ્રચાર કરશે જે જોવા લાયક રહેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં લગભગ 30 રેલીઓ કરવાના છે. અને તેમના પણ સ્મૃતિ ઇરાની, અરુણ જેટલી, પ્રકાશ જાવડેકર, જેપી નડ્ડા જેવા અનેક મોટા નેતાઓ પ્રચાર કરવા માટે ગુજરાત આવશે.













Click it and Unblock the Notifications
