હાર્દિકના સવાલ પર કોંગ્રેસનો જવાબ આપીશું 20 ટકા અનામત

Written By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલે આજે એક ટ્વિટ કરીને કોંગ્રેસને અનામત મામલે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાનું જણાવ્યું હતું. હાર્દિકે સવાલ પૂછ્યો હતો કે કેવી રીતે કોંગ્રેસ પાટીદારોને સત્તામાં આવ્યા પછી પાટીદારોને અનામત આપશે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે તેમની સરકાર જો સત્તામાં આવશે તો તે અનામત વર્ગ માટે 20 ટકા અનામત બીલ લાવશે. જેનાથી હાલની 49 ટકાની અનામતને અસર નહીં થાય. અને સરકાર બનતા જ તે આ બિલને વિધાનસભામાં પસાર કરાવશે. સાથે કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી એકબીજા સાથે મંત્રણા કરી શકે તે માટે ફરીથી એક વાર આમંત્રણ આપવામાં આવ્યું છે. મનાવામાં આવે છે કે રાહુલની આવનારી મુલાકાતમાં બન્ને નેતાઓ આમને સામને મળશે.

Patidar

જો કે આ પહેલા હાર્દિક પટેલે રાહુલ ગાંધી સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેણે પોતાનું સ્ટેન્ડ ક્લીયર ના કર્યું તો તે સુરતમાં જે અમીત શાહ જોડે થયું હતું તેવું જ રાહુલની સભામાં કરશે. ઉલ્લેખનીય છે કે આ મામલે રેશ્મા પટેલે પણ એક ટ્વિટ કરીને કહ્યું છે કે તેમણે હાર્દિકને સવાલ અનામત મામલે સવાલ કરતા હાર્દિક પટેલે આ પગલાં લીધા છે. અને આ રીતે રાજકીય લાભ ખાવાનો પ્રયાસ કર્યો હતો. આમ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા ફરીથી પાટીદાર અને અનામત મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

English summary
Congress reply on Hardik Patel Reservation Question. Read here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.