ગુજરાત વિદ્યાપીઠમાં બંધારણીય સુધારા કરાયા, હવે ચાન્સેલરનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે

ગુજરાત વિદ્યાપીઠે ટ્રસ્ટીઓની સંખ્યા અને કુલપતિના કાર્યકાળને મર્યાદિત કરવા માટે બંધારણમાં સુધારા કર્યા છે.

ગયા મહિને અમલમાં આવતા સુધારાઓ હેઠળ ગુજરાત વિદ્યાપીઠ ગવર્નિંગ કાઉન્સિલે તેના બોર્ડમાં સભ્યો એટલે કે ટ્રસ્ટીની મહત્તમ સંખ્યા 25 થી ઘટાડીને 17 કરી છે અને તેમની મુદત ત્રણથી વધારીને પાંચ વર્ષ કરાઈ છે.

Gujarat Vidyapith

આ સુધારાઓએ ચાન્સેલરની મુદત જે અગાઉ આજીવન હતી તેને પાંચ વર્ષ સુધી મર્યાદિત કરી છે.

યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. આઠ સભ્યો, જેઓ અગાઉ ટ્રસ્ટનો ભાગ હતા તેઓ વિદ્યાપીઠના કર્મચારી છે. હવે ગવર્નિંગ કાઉન્સિલમાં ફક્ત ટ્રસ્ટીઓ જ રહેશે અને કોઈ કર્મચારી તેનો ભાગ રહેશે નહીં.

આ ઉપરાંત મંડળના પ્રમુખ જે અગાઉ ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર હતા તે હવે ચાન્સેલર હશે. બંધારણમાં કોઈપણ ફેરફાર કરવા માટે બે તૃતીયાંશ સભ્યોની બહુમતી સંમતિ જરૂરી છે તે શરત જાળવી રાખવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X