વલસાડમાં એક કન્ટેનર ટ્રકમાં વહેલી સવારે અચાનક લાગી આગ
વલસાડ જિલ્લાના NH 48 પર વહેલી સવારે એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી હતી.
વલસાડઃ વલસાડ જિલ્લાના NH 48 પર વહેલી સવારે એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટના મોતીવાડા ગામ પાસે બની હતી. ટ્રક અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી. આગને કાબુમાં લેવા માટે પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પારડી, વલસાડના ફાયર ઑફિસર દિવ્યેશ પટેલે જણાવ્યુ હતુ કે, 'અમને માહિતી મળતાં જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા. ટ્રક શેમ્પુ અને પરફ્યુમની બોટલ લઈને મુંબઈથી અમદાવાદ જઈ રહ્યુ હતુ. અમે જોયુ કે વિસ્ફોટ થયો હતો. આગને કાબુમાં લેવા માટે દોઢથી બે કલાકનો સમય લાગ્યો હતો.'












Click it and Unblock the Notifications
