Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ

અમદાવાદ, 1 ઓગસ્ટ : ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક કૃપા વરસાવી છે. ગુજરાતમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઉપર પણ મેઘકૃપા ફરમાવી છે. હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં હજી ભારે વરસાદની આગાહી છે.

સંઘપ્રદેશ મણ અને દાદરાનગર હવેલી સહિત રાજયભરના મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા 1થી 13 ઇંચ સુધીનો વરસાદ નોંધાર્યો છે.

દક્ષિણ ગુજરાતના વાપી, પારડી, ઉમરગામ, વલસાડ, બિલીમોરા, નવસારી, વધઇ, આહુવા, સાપુતારા સહિતના અનેક વિસ્‍તારો આ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. અનેક નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસ્‍યા છે.

gujarat-rain-5

સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્‍ટ્રના અન્‍ય જીલ્લાઓમાં રાખી રાત છુટો છવાયો વરસાદ વરસી સવારથી વિરામ લીધો છે. આમ છતાં ભારે ડોળ યથાવત રહયો હોય ગમે ત્‍યારે વરસાદ તૂટી પડે તેવી મેઘાવી માહોલનો સંયોગ રચાયો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. પાટણ જીલ્લાના તાલુકાઓમાં હારીજ, રાધનપુરમાં વરસાદ નોંધાયો છે.

જો કે અરવલ્લી અને દાહોદ, જિલ્લામાં વરસાદ નોંધાના પામ્યો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X