મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
Gujarat Election 2025 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ મતદાન વચ્ચે ઘણા વિવાદ પણ સામે આવ્યા છે.
આવો જ એક વિવાદ મહેમદાવાદમાં મતદાન દરમિયાન સામે આવ્યો છે. અહીં એક ચૌકાવનારી ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

અહેવાલો અનુસાર, મહેમદાવાદના વોર્ડ નંબર 5ના મતદાન મથક 3 પર પ્રિસાઇડીંગ ઓફિસર વિરેન્દ્રસિંહ બારીયા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે.
આ પ્રિસાઇડીંગ ઓફિસર ખેડા જિલ્લાની શાળામાં મદદનિશ શિક્ષક તરીકે કાર્યરત છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ત્વરિત પગલાં લઈ આ અધિકારીને તેમની ફરજ પરથી હટાવી દેવાયા છે.
આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા કલેક્ટરે જણાવ્યુ કે, જો પ્રિસાઇડીંગ ઓફિસર કોઈ પણ પ્રકારના અનૈતિક પ્રવૃત્તિમાં જોડાયેલા હશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આ પ્રિસાઇડીંગ ઓફિસરને ચૂંટણી અધિકારીની ઓફિસમાં સોંપવામાં આવ્યા છે.
આ ઘટના ચૂંટણી પ્રક્રિયા માટે મોટો પ્રશ્ન ઉઠાવે છે. જે લોકો મતદાન પ્રક્રિયાના હિસ્સા છે, તેઓની નૈતિક જવાબદારી પર આ ઘટનાએ સવાલો ઉભા કર્યા છે












Click it and Unblock the Notifications
