For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસ

ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુ દર સૌથી ઉંચો, બંગાળમાં સતત વધી રહ્યા છે કેસ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરને પોતાના કહેરથી પરેશાન ચિંતાતુર કરી દેનાર ઘાતક કોરોના વાયરસથી દુનિયાભરમાં 14.2 મિલિયન લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 5 મિલિયન એટલે કે 50 લાખ જેટલા કેસ સક્રિય છે, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાંથી 6 લાખ જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આખી દુનિયામાં સૌથી ખરાબ સ્થિતિ અમેરિકાની છે જ્યાં હજી પણ કેસ ઘટવાનું નામ નથી લઇ રહ્યા છે. ભારતમાં 1 મિલિયન એટલે કે 10 લાખથી વધુ કન્ફર્મ કેસ નોંધાયા છે જેમાંથી 3,58,692 કેસ સક્રિય છે અને 26,273 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ભારતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

ભારતમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

છેલ્લા ચાર દિવસથી ભારતમાં સતત હરણફાળ ગતિએ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. 17 જુલાઇના રોજ એક જ દિવસમાં દેશભરમાંથી કોરોનાના સૌથી વધુ 16,219 કેસ નોંધાયા હતા. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 6000 એક્ટિવ કેસ ઉમેરાઇ રહ્યા છે. 17 જુલાઇના રોજ કુલ 11327 એક્ટિવ કેસ હતા જ્યારે ગતરોજ એટલે કે 18 જુલાઇના રોજ 16,219 એક્ટિવ કેસ થઇ ગયા.

ગુજરાતમાં સૌથી ઉંચો છે મૃત્યુદર

ગુજરાતમાં સૌથી ઉંચો છે મૃત્યુદર

ભારતના સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા રાજ્યોમાં ગુજરાતનો મૃત્યુદર ચિંતાજનક છે. દેશભરના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મૃત્યુદર સૌથી ઉંચો છે. ગુજરાતનો મૃત્યુદર 4.5 ટકા છે. જ્યારે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ગુજરાતથી ક્યાંય વધુ કેસ છે પરંતુ મૃત્યુ દર ક્રમશઃ 3.9 અને 3 ટકા છે. ભારતનો એવરેજ મૃત્યુદર 2.5 ટકા છે.

પશ્ચિમ બંગાળમાં નવા કેસમાં વધારો

પશ્ચિમ બંગાળમાં નવા કેસમાં વધારો

પશ્ચિમ બંગાળમાં નવા કેસમાં ઓચિંતો વધારો નોંધઆયો છે. મહિનાની શરૂઆતની સરખામણીએ દરરોજ નોંધાતા નવા કેસ ત્રણ ગણા વધી ગયા છે. એક જ દિવસમાં અહીં 1800 નવા કેસ નોંધાયા છે. 10 જુલાઇ પછીં પશ્ચિમ બંગાળમાં દરરોજ 1000થી વધુ નવા કેસ ઉમેરાયા છે. પશ્ચિમ બંગાળમાં 38,011 કન્ફર્મ કેસ છે.

ભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું, આઇએએમે કહ્યું સ્થિતિ બહુ ખરાબભારતમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું, આઇએએમે કહ્યું સ્થિતિ બહુ ખરાબ

English summary
Coronavirus: Gujarat has highest death rate compared to other states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X