For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus in Gujarat: આજે ગુજરાતમાં 1126 લોકો કોરોના વાયરસથી સંક્રમિત

Coronavirus in Gujarat: આજે ગુજરાતમાં 1126 લોકો કોરોના વાયરસથી સંક્રમિત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, દરરોજ હજારોની સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે, જો કે આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની સ્થિતિ સુધરતી જણાઈ રહી છે. એક સમયે દેશણાં બીજા નંબરે રહેલું ગુજરાત આજે કોરોના સંક્રમણના મામલે 10 મા નંબરે છે. ગુજરાતમાં દરરોજ કોરોના ટેસ્ટ પણ વધારવામાં આવી રહ્યા છે.

corona in gujarat

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતમાં 1126 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જણાવી દઈએ કે રાજ્યમાં દરરોજ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખાનગી અને ,સરકારી મળી કુલ 61 લેબોરેટરી કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લઈ લોકોને પોતાના નજીકના સ્થળે કોવિડ 19ના ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે છેલ્લા એક માસથી રેપીડ એન્ટીજન કીટનો ઉપયોગ પણ શરૂ કરેલો છે. જેથી વધુ સરળતાથી અને ગતિએ કોવિ઼ડ 19નું નિદાન શક્ય બન્યું છે.

આજરોજ રાજ્યમાં કુલ 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા દરરોજ 800.32 પર મીલિયન જેટલા થવા પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 14,15,598 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો નવા કેસની વાત કરીએ તો આજે નોંધાયેલા 1126 કેસમાંથી 8 સંક્રમિતો અન્ય રાજ્યોના પણ સામેલ છે.

આજે અમદાવાદમાં 4 લોકોના મૃત્યુ થયાં, સુરત કોર્પોરેશનમાં 4 લોકોના અને સુરત જિલ્લામાં 3 લોકોના મૃત્યુ થયાં, અમરેલીમાં 2, ભાવનગરમાં 2, કચ્છમાં 2, ગીર સોમનાથમાં1, રાજકોટમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સંક્રમિત મૃત્યુ પામ્યા છે. આજે સૌથી વધુ કેસ સુરતમાં 175 નોંધાયા છે, જે બાદ અમદાવાદ કકોર્પોરેશનમાં 149 અને વડોદરા કોર્પોરેશનમાં 89 નવા કેસ નોંધાયા છે.

સુરત: કોરોના સંકટ વચ્ચે ચલાવાશે ગણપતિ સ્પેશ્યલ ટ્રેનસુરત: કોરોના સંકટ વચ્ચે ચલાવાશે ગણપતિ સ્પેશ્યલ ટ્રેન

English summary
Coronavirus in Gujarat: 1126 tested positive in in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X