• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
LIVE

Coronavirus in Gujarat: ગુજરાતમાં કોરોના કેસોની વિગત જાણો અહીં

|

અમદાવાદઃ ભારતમાં હાલ કોરોના ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું છે. ગુજરાતમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 30 નવા કેસ નોંધાયા છે જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છે. અમદાવાદમાં સૌથી વધુ 13 પોઝિટિવ કેસ, વડોદરામાં 6, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ તથા રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પહેલું મોત નોંધાતાની સાથે જ રાજ્ય સરકાર હકતમાં આવી છે અને ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, કચ્છ અને ગાંધીનગર સંપૂર્ણ લૉકડાઉન કરી દેવામાં આવ્યાં છે.

Coronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજCoronavirus: ફેક છે Janta Curfew પર નાસાની તસવીરથી Whatsapp પર આવેલો આ મેસેજ

Newest First Oldest First
6:20 PM
કોરોનાની વેક્સીન પણ આવી જશે, તેઓ જલદી જ પ્રત્યેક ભારતીઓ સુધી પહોંચાડવા માટે સરકારની તૈયારી ચાલુ છે. એક એક નાગરિક સુધી વેક્સીન પહોંચે, તેના માટે તેજીથી કામ થઈ રહ્યું છેઃ મોદી
6:20 PM
વરસો બાદ આપણે એવું થતું જોઈ રહ્યા છીએ કે માનવતાને બચાવવા માટે યુદ્ધસ્તરે કામ થઈ રહ્યું છે. અનેક દેશ આના માટે કામ કરી રહ્યા છે. આપણા દેશના વૈજ્ઞાનિકો પણ વેક્સીન માટે જીવ લગાવીને કામ કરી રહ્યા છે. ભારતમાં હાલ કોરોનાની કેટલીય વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાંથી કેટલીક એડવાન્સ સ્ટેજ પર છેઃ મોદી
6:19 PM
જ્યાં સુધી સફળતા પૂરી ના મળી જાય, લાપરવાહી ના કરવી જોઈએ. જ્યાં સુધઈ આ મહામારીની વેક્સીન ના આવી જાય, આપણે કોરોના સામેની લડાઈ કમજોર ના પડવા દેવી જોઈએઃ પીએમ મોદી
6:17 PM
તમે ધ્યાન રાખો, આજે અમેરિકા હોય, કે યૂરોપના બીજા દેશ, આ દેશોમાં કોરોનાના મામલા ઘટી રહ્યા હતા પરંતુ અચાનકથી વધવા લાગ્યાઃ પીએમ મોદી
6:15 PM
હાલના દિવસોમાં આપણે બધાએ ઘણી તસવીરો, વીડિયો જોયા જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેટલાય લોકો હવે સાવધાની વરતતા બંધ થઈ ગયા આ ઠીક નથીઃ પીએમ મોદી
3:34 PM
જૂનાગઢમાં પણ જરૂરી વસ્તુઓની ખરીદી કરતી વખતે સામાજિક દૂરીની ખાતરી કરાઈ રહી છે
3:08 PM
અમદાવાદ શહેરના પાલડી વેપારી મંડળ તેમજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓ ને ભોજન વિતરણ કરી ઉમદા માનવતાની મહેક પ્રસરાવી।
2:04 PM
સાબરમતીમાં આવેલું રામનગર શાકમાર્કેટ લોકોથી ભરાયું, સવારથી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા
1:43 PM
મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ અપાશે
9:57 AM
કંઈપણ ખરીદી કરવા જાઓ ત્યારે આ ગોળ કુંડાળામાં જ ઉભા રહેવું.
9:56 AM
વલસાડ જિલ્લા કલેક્ટરની અપીલ- જિલ્લામાં અનાજ- કરીયાણા વિતરણ કરનાર વેપારીઓએ સવારે ૦૯-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા સુધી અને શાકભાજીના વેપારી /છુટક લારીવળા સવારે ૦૫-૦૦ થી બપોરના ૦૧-૦૦ સુધી તેમની દુકાન ખુલ્લી રાખવા અપીલ કરવામાં આવે છે. ખરીદીમાં 1 મીટર દુર ઊભા રહેવા વિનંતી
8:52 AM
મંગળવારે અમદાવાદમાં કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નહિ, હજી 20 લોકોના રિપોર્ટ બાકી
7:57 PM
GTUની પરીક્ષા સ્થગિત કરાઈ છે
7:43 PM
ગુજરાતમાં કુલ 35 લોકોને કોરોના પોઝિટિવ, આજે પોઝિટિવ રિપોર્ટ આવેલ બંને પેશન્ટ ટ્રાવેલ હિસ્ટરી વાળા છે.
7:42 PM
બધા જ હોસ્પિટલોમાં ઓપીડી ચાલુ રખાશે
7:42 PM
ખાનગી ડૉક્ટર્સને ફ્રીમાં ઓપીડી કરાવવા કહેવાયું
7:41 PM
ગુજરાતના બધા ધારાસભ્યોએ 1 મહિનાનો પગાર સીએમ રાહતનિધીમાં દાન આપશે.
6:38 PM
લૉકડાઉન બાદ હવે સુરતમાં પોલીસ, ડૉક્ટર અને પત્રકારો વચ્ચે ઘર્ષણના શર્મનાક બનાવો
4:10 PM
ગુજરાત સરકારનો નિર્ણય, ધોરણ 1થી 9 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે
4:05 PM
કોરોનાને ફેલાતો અટકાવવા ગુજરાત લોકડાઉનનું પાલન કરાવવા ચારેબાજુ પોલીસ ખડકી દેવાયી.
3:10 PM
સુરતમાં મૃતકના સંપર્કમાં આવેલા 3નો રિપોર્ટ નેગેટિવ આવ્યા, 4 વ્યક્તિઓના રિપોર્ટ હાલ પેન્ડિંગ
3:09 PM
સુરતમાં કોરોનાવાઈરસના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા, કુલ પોઝિટિવ કેસની સંખ્યા -7 , મૃતકાંક- 1
2:53 PM
અમદાવાદઃ લોકોએ બહાર નીકળેલા લોકોને ફટકાર્યા, લોકોએ કહ્યું- જીવન જરૂરી સામાન લેવા નિકળ્યા
1:47 PM
ગુજરાતમાં સરકારી કચેરીઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો
12:57 PM
ગુજરાતમાં લોકડાઉન, અહીં જુઓ
11:33 AM
વડોદરામાં રસ્તાઓ પર ઠેર ઠેર પોલીસ ગોઠવી દેવામાં આવી, ચુસ્ત લૉકડાઉનનું પાલન કરાવાઈ રહ્યું છે.
11:27 AM
વડોદરામાં સાંઈદીપ નગર નામની આખી સોસાયટીને ક્વૉરન્ટાઈન કરવામાં આવી છે.
10:57 AM
અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ બંધ કરી દેવાયા છે એટલે કે કોઈ અમદાવાદમાં આવી નહિ શકે અને અમદાવાદથી જઈ નહિ શકે.
10:57 AM
આજથી અમદાવાદ શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ છે.
10:56 AM
જરૂર વિના ઘરની બહાર નિકળવું નહિઃ વિજય રૂપાણી
READ MORE

English summary
Coronavirus in Gujarat state, get live update in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X