For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસનો કહેરઃ ચીનથી પાછા આવ્યા 700થી વધુ ગુજરાતી

ચીનમાં રહેતા ગુજરાતીઓની જ વાત કરીએ તો અત્યાર સુધી 750થી વધુ ગુજરાતી મૂળના લોકો સુરક્ષિત રીતે વતન પાછા આવી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

ચીનમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યાં આના 15 હજારથી વધુ દર્દીઓ સામે આવી ચૂક્યા છે અને 350થી વધુ મોત થઈ ચૂક્યા છે. એવામાં ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે સરકારે એડીચોટીનુ જોર લગાવી દીધુ. ચીનમાં રહેતા ગુજરાતીઓની જ વાત કરીએ તો અત્યાર સુધી 750થી વધુ ગુજરાતી મૂળના લોકો સુરક્ષિત રીતે વતન પાછા આવી ચૂક્યા છે. જો કે અમદાવાદમાં એક કેસ શંકાસ્પદ હોવાનુ જાણવા મળ્યુ છે પરંતુ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

અત્યાર સુધી લગભગ 800 ગુજરાતી ચીનથી પાછા આવ્યા

અત્યાર સુધી લગભગ 800 ગુજરાતી ચીનથી પાછા આવ્યા

ગાંધીનગર સુવિધા કેન્દ્રના પ્રભારી ડેપ્યુટી કલેક્ટર તૃપ્તિ વ્યાસે જણાવ્યુ કે મંગળવાર સુધી ગુજરાત પાછા આવેલા લોકોમાંથી 622 લોકોને સાવચેતી માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 147 લોકોનુ નિરીક્ષણ પૂરુ થઈ ચૂક્યુ છે. નૉવેલ કોરોના વાયરસ પ્રભાવિત વિસ્તારોમાં મંગળવારે 225 અને ગુજરાતી સ્વદેશ પાછા આવ્યા. જેમાંથી સર્વાધિક 161 અમદાવાદના રહેવાસી છે. સાથે જ ચીનથી હાલમાં પાછા આવનારા ગુજરાતીઓની સંખ્યા 769 થઈ ગઈ છે. હજુ પણ ઘણા નાગરિકોને પાછા લાવવામાં આવી રહ્યા છે.

બે અઠવાડિયામાં ખબર પડે છે

બે અઠવાડિયામાં ખબર પડે છે

કોરોના વાયરસના વિશેષજ્ઞો અનુસાર આ વાયરસના લક્ષણ દેખાવામાં બે અઠવાડિયાનો સમય લાગે છે. સંકટની સ્થિતિને જોતા અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં સાવચેતી તરીકે 30 બેડનુ એક આઈસોલેશન વૉર્ડ અને 12 બેડનો સંબંધિત આઈસીયુ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ચીનથી આવનારા લોકોને લાવવામાં આવે છે.

સરકાર રાખી રહી છે સાવચેતી

સરકાર રાખી રહી છે સાવચેતી

ચીન, જાપાન તેમજ સિંગાપુરમાં ગંભીર બિમારીનો આ વાયરસ મળ્યા બાદ ભારત સરકાર વધુ સાવચેતી રાખી રહી છે. જે હેઠળ અલગ અલગ દેશોમાંથી આવી રહેલા વિમાનોના મુસાફરોની વિશેષજ્ઞો દ્વારા ઉંડી થર્મલ તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં HCનો મોટો ચુકાદોઃ બધી કાનૂની પ્રક્રિયા પૂરી કરવા 7 દિવસની મહોલતઆ પણ વાંચોઃ નિર્ભયા કેસમાં HCનો મોટો ચુકાદોઃ બધી કાનૂની પ્રક્રિયા પૂરી કરવા 7 દિવસની મહોલત

English summary
Coronavirus outbreak: more than 700 gujaratis returns to india from china due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X