For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1455 કેસ નોંધાયા, 17ના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1455 કેસ નોંધાયા, 17ના મોત

|
Google Oneindia Gujarati News

Coronavirus Update 6 December 2020: ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સરકારના કથિત અથાગ પ્રયત્નો છતાં કંઈ પરિણામ નથી મળ્યું. રાજ્યમાં 1 દિવસમાં 1455 નવા કેસ નોંધાયા છે. જો કે કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1455 કેસ નોંધાયા છે. સાથે જ આજે 1485 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે પરત ચાલ્યા ગયા છે.

Coronavirus Update 6 December 2020

રિકવર થયેલા દર્દીઓની વાત કરીએ તો આજ દિવસ સુધીમાં કુલ 2,00,012 દર્દીઓ સાજા થયા છે. ગુજરાત રાજ્યનો સાજા થવાનો દર 91.42 ટકા છે. એટલું નહિં રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજરોજ રાજ્યમાં કુલ 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા છે, રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિદિન 1066310 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજરોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 5,42,138 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જેમાંના 5,41,880 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં છે અને 258 વ્યકિતઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યારે વેન્ટીલેટર પર કુલ 87 દર્દીઓ છે, અને કુલ 4081 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

લો બોલો, એર ઈન્ડિયા એક્સપ્રેસની મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં ડ્યૂટી પર આવી, ઉડાણ ભરતા પહેલાં…લો બોલો, એર ઈન્ડિયા એક્સપ્રેસની મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ હોવા છતાં ડ્યૂટી પર આવી, ઉડાણ ભરતા પહેલાં…

મૃતક દર્દીઓના આંકડા પર નજર ફેરવીએ તો અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીના મૃત્યુ થયાં છે, જે બાદ સુરત શહેરમાં 3 દર્દીઓનાં મોત થયાં છે, આ ઉપરાંત અમરેલી, બોટાદ, રાજકોટ શહેર અને વડોદરામાં 1-1 દર્દી મૃત્યુ પામ્યા છે.

English summary
Coronavirus Update 6 December 2020: 1455 new cases registered in Gujarat, 17 died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X