નવસારી: કોર્પોરેટર, નેતાએ કરી હોટલમાં તોડફોડ, બધી લીલા થઇ ગઇ કેદ

કહેવામાં આવે છે કે અશ્વિની કાસુંદરા, જિગ્નેશ નાયક અને મનીષ ઠાકુર નવસારીની એક હોટલમાં મોડી રાત્રે જમવા માટે પહોંચ્યા હતા. જમવાનું પતી ગયા બાદ જ્યારે હોટેલના કર્મચારીઓએ જમવાનું આપવાની ના કહી તો તેમણે રોષે ભરાઇને તેમના સમર્થકો સાથે મળીને હોટલમાં તોડફોડ અને મારામારી કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે કર્મચારીઓ સાથે મારામારી અને ગાળાગાળી પણ કરી અને ત્રણે કોર્પોરેટરની સાથે બીજેપીના સ્થાનીય નેતા બબલુ શર્મા પણ હાજર હતા. જોકે પોલીસે હજી સુધી આ મામલામાં 10 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે પરંતુ હજી સુધી માત્ર બે આરોપીઓની જ ધરપકડ કરી શકી છે.












Click it and Unblock the Notifications
