For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતગણતરી માટે ગુજરાતમાં ત્રી-સ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

મતગણતરી માટે ગુજરાતમાં ત્રી-સ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં આજે તમામ 26 લોકસભા સીટ પર ત્રી-સ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સવારે આઠ વાગ્યેથી જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે દરેક લોકસભા સીટના પાંચ વિધાનસભા મતવિસ્તારમાં વીવીપીએટી સ્લિપની ગણતરી પણ કરવાની હોય લોકસભા ચૂંટણીના પરિણામ આવવામાં 3-4 કલાકનો વિલંબ થઈ શકે છે. મતગણતરીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

gujarat police

ચૂંટણી અધિકારી ક્રિષ્નાએ કહ્યું કે દરેક મતગણતરી કેન્દ્રની બાજુમાં પેરા મિલિટ્રી ફોર્સ તહેનાત કરી દેવામાં આવી છે. બહારના બે સ્તર પર રાજ્યની પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. લોકસભા સીટ સિવાય 4 વિધાનસભા (જ્યાં પેટાચૂંણઈ થઈ છે) સીટ પર પણ મતગણતરી થઈ રહી છે. કુલ 28 કાઉન્ટિંગ હોલ પર મતગણતરી થઈ રહી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત 371 લોકસભા ઉમેદવારોના ભાવી આજે નક્કી થઈ જશે. જેમાં 4 કેન્દ્રીય મંત્રી અને 8 ધારાસભ્યો પણ સામેલ છે. ત્યારે મુખ્ય સવાલ એ છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ સીટ પર ભાગવો લહેરાયો હતો, શું 2019માં પણ ભાજપ પોતાની સ્થિતિ યથાવત રાખી શકશે?

આ પણ વાંચો- ગુજરાત લોકસભા ઈલેક્શન રિઝલ્ટ આવવામાં 3-4 કલાક મોડું થઈ શકે

English summary
counting begins amid tight 3 layered security
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X