ગુજરાત લોકસભા ઈલેક્શન રિઝલ્ટ આવવામાં 3-4 કલાક મોડું થઈ શકે

ગુજરાત લોકસભા ઈલેક્શન રિઝલ્ટ આવવામાં 3-4 કલાક મોડું થઈ શકે

અમદાવાદઃ બુધવારે ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે VVPAT સ્લિપની ગણતરી કરવાની હોય ગુજરાતમાં 26 લોકસભા સીટ પર રિઝલ્ટ આવવામાં 3-4 કલાકનો વિલંબ થઈ શકે છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી ક્રિષ્નાએ કહ્યું કે કોઈપણ પાંચ વિધાનસભા ક્ષેત્રમાં ઈવીએમના મતની ગણતરી બાદ વીવીપીએટી સ્લિપની ગણતરી કરવામાં આવશે.

lok sabha election results 2019

એસ મુરલી ક્રિષ્નાએ કહ્યું કે, તમામ 26 લોકસભા સીટમાં 6-7 વિધાનસભા ક્ષેત્ર આવે છે. જો EVM ડેટામાં તફાવત જોવા મળે તો VVPAT સ્લિપને માન્ય રાખવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે ફાઈનલ પરિણામ 3-4 કલાક મોડું આવી શકે છે. બપોર સુધીમાં ટ્રેન્ડ જોવા મળી જશે. માત્ર ઔપચારિક જાહેરાતમાં વિલંબ થશે. મોડી રાત્રે અંતિમ પરિણામ આવી શકે છે.

આજે સવારે 8 વાગ્યેથી 26 લોકસભા સીટ અને ચાર વિધાનસભા સીટ (જ્યાં પેટાચૂંટણી થઈ છે) પર મતગણતરી શરૂ થશે, આ પ્રક્રિયાને પાર પાડવા માટે 8000 કાઉન્ટિંગ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગુજરાતમાં 1976 પછી સૌથી વધુ આ વખતે 64.11 ટકા મતદાન થયું છે. ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીએ ગુજરાતમાં તમામ 26 સીટ પર ભાજપની જીતનો આત્મવિશ્વાસ જતાવ્યો છે.

આ પણ વાંચો- કાઉન્ટિંગ હૉલમાં માત્ર 3 લોકો મોબાઈલ ઑન કરી શકશે, જાણો કોણ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X