For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક કેસમાં 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

|
Google Oneindia Gujarati News

લાંબા સમયથી પાટીદાર અનામત આંદોલનને લઇને ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વારંવાર ઉભી થઇ રહી છે. તો નેટ જેવી સુવિધાઓ, રસ્તાઓ ચક્કાજામ કરવા જેવી ઘટનાઓ પણ અવારનવાર બની રહી છે. હાર્દિકે જોશમાં હોશ ખોતા દક્ષિણ ગુજરાતમાં એક યુવકને પોતાને નહીં પણ પોલીસને નુકસાન કરવાની જે સલાહ આપી હતી તેને લઇને કેસ નોંધાયો. તેમજ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન જે માહોલ સર્જ્યો હતો, અને ત્યારબાદ ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતુ તે અંગે પણ કેસ નોંધાયો. અને હાર્દિકની મુશ્કેલીઓ વધી ગઇ. મેચ દરમ્યાન છુપા વેશમાં આવેલા હાર્દિકને પોલીસે ઝડપી પાડ્યો.

ત્યારે હવે પાટીદાર અનામત આંદોલનના મુખિયા હાર્દિક પટેલના રાજદ્રોહના ગુનામાં ક્રાઇમ બ્રાંચે રિમાન્ડ મેળવ્યા છે. હાર્દિકને રાત્રે 9.45 કલાકે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તમામ રજૂઆતો બાદ હાર્દિકના પહેલી નવેમ્બર સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસની અરજીમાં સ્પષ્ટ હતું કે પોલીસ અનામત આંદોલનના ફાયનાન્સર અને તેમના વ્યૂહ રચનાકારો સુધી પહોંચવા હાર્દિકને રિમાન્ડ પર લેવા માંગે છે.

હાર્દિકનું ચેકઅપ

હાર્દિકનું ચેકઅપ

રિમાન્ડ પર મોકલતા પહેલા હાર્દિકનું વી.એસ. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતુ. તો પુત્રને મળવા માટે હાર્દિકના માતા-પિતા પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પહોંચ્યા હતા. જ્યાં ક્રાઈમ બ્રાંચે તેમને હાર્દિકને મળવાની મંજૂરી આપી હતી.

અન્ય કેસ

અન્ય કેસ

મહત્વપૂર્ણ છેકે હાર્દિક પટેલ વિરૂદ્ધ સુરત પોલીસે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો, ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ હાર્દિક સહિત 6 પાટીદાર અગ્રણીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

કયા ગુના

કયા ગુના

ક્રાઇમ બ્રાન્ચે આંદોલનની આડમાં સરકારને ઉથલાવવી, બે સમુદાય વચ્ચે વિગ્રહ ઊભો કરવો, રાજ્ય વિરૂદ્ધ જંગ છેડવી તેમજ રાજદ્રોહના ગુના હેઠળ હાર્દિક પટેલ અને અન્ય સામે ગુનો દાખલ કર્યો છે.

ક્રાઇમબ્રાંચના મુદ્દા

ક્રાઇમબ્રાંચના મુદ્દા

પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના અને તેના રજિસ્ટ્રેશન બાબતે પોલીસ પૂછપરછ કરશે. અમદાવાદમાં રેલી બાદ તોફાનો કરવા માટેની વ્યૂહરચના કોણે બનાવી હતી, રેલી માટે કોનુ પીઠબળ હતું, સભા માટે ટોપી-ટી-શર્ટની વ્યવસ્થા કોણે કરી હતી. જેવા અનેક મુદ્દે પૂછપરછ હાથ ધરશે.

કોલ ડીટેઇલ્સ

કોલ ડીટેઇલ્સ

જે મોબાઇલ ફોન કોલ, રેકોર્ડ કર્યા છે તેની હકીકતોને આધારે પણ તપાસ કરવામાં આવશે. અત્યારસુધી ઉપયોગમાં લેવાયેલા મોબાઇલ ફોન તેમજ સીમકાર્ડની માલિકી અંગે પણ હાર્દિકની તપાસ થશે.

English summary
An Ahmedabad court on Sunday sent Patel quota agitation leader Hardik Patel in seven days remand of Crime Branch of city police in connection with an alleged case of sedition and waging war against the State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X