જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશન અને ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા 'હર ઘર જલ, જલ જીવન મિશન' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા જલજીવન મિશન સેમિનારમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ઉદબોધન કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વમાં જલ જીવન મિશન અંતર્ગત 'હર ઘર, નલ સે જલ' સૂત્રને સાર્થક કરતાં દેશમાં ઘેર ઘેર શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં યોગ્ય આયોજનપૂર્વકની કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકારનો જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ પણ રાજ્યના ગામેગામ અને છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશન સાથે સંકળાયેલા તમામ નાના મોટા કોન્ટ્રાકટરો અને અન્ય લોકોનો જલ જીવન મિશનને સાર્થક બનાવવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. ભૂતકાળમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ખૂબ જ વિસંગતતાઓ હતી, તથા નાણાકીય જોગવાઈઓ વગેરેમાં પણ સમસ્યાઓ હતી. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ચોક્કસ દિશામાં આયોજનપૂર્વકના કાર્યો અને યોજનાઓના અમલીકરણ દ્વારા ગામેગામ સુધી પીવાના પાણી પહોચાડ્યા અને આજે પણ દેશમાં આ ક્ષેત્રે કામગીરી ચાલુ જ છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ તકે મંત્રી દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશનના કોન્ટ્રાકટરોના પ્રશ્નો અને સમસ્યાઓનું ચર્ચા-વિચારણા દ્વારા યોગ્ય સમાધાન લાવવા અંગે બાહેંધરી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કોન્ટ્રાકટર એસોસિયશનના હોદ્દેદારો, કોન્ટ્રાકટરો અને સભ્યો, ઇલેક્ટ્રોથર્મ કંપનીના એમડી શૈલેષ ભંડારી અને ડાયરેકટર સૂરજ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
