ગુજરાતમાં કોરોનાના કેસ 4000ને પાર, 1 દિવસમાં 308 નવા દર્દી, જાણો દરેક જિલ્લાના હાલ

ગુજરાતના 33માંથી 30 જિલ્લાઓમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાયુ છે.

ગુજરાતના 33માંથી 30 જિલ્લાઓમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાયુ છે. સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 હજારને વટાવી ગઈ છે. એક જ દિવસમાં અહીં 308 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા. આ સાથે મૃતકોનો આંકડ઼ો 197 સુધી પહોંચી ગયો. બુધવારે અમદાવાદમાં 9, વડોદરા અને સુરતમાં 3 અને રાજકોટમાં એકનુ મોત થયા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક અત્યાર સુધી 137 સુધી પહોંચી ગયો છે.

રાજ્યના 89 ટકા કેસો આ ત્રણ જિલ્લાઓમાંથી

રાજ્યના 89 ટકા કેસો આ ત્રણ જિલ્લાઓમાંથી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણ જિલ્લામાંથી રાજ્યના 89% કેસ નોંધાયા છે. ગુજરાતના કુલ દર્દીઓમાંથી અડઘાથી વધુ દર્દીઓ એકલા અમદાવાદના છે. અહીંના મોટાભાગના કેસ અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લાના છે. રાજ્યના કુલ 89 ટકા કેસ આ ત્રણ જિલ્લાઓમાંથી આવ્યા છે. કોરોનાથી મુક્ત થયેલા લોકોની વાત કરીએ તો રાજ્યમાં 500થી વધુ લોકો સાજા થયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 527 દર્દીઓએ કોરોનાને હરાવ્યુ છે. મોટાભાગના લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

કોરોના કેસ બાબતે બીજા નંબરે છે ગુજરાત

કોરોના કેસ બાબતે બીજા નંબરે છે ગુજરાત

આ રાજ્ય કોરોના વાયરસ(કોવિડ-19)ના સંક્રમણના કેસોની સંખ્યા માટે દેશમાં બીજા નંબરે છે. હવે આ રાજ્યથી માત્ર મહારાષ્ટ્ર આગળ છે જ્યાં અત્યાર સુધી 9915 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્લી 3439 કેસ સાથે દેશમાં ત્રીજા સ્થાને છે. રાજસ્થાનમાં પણ કુલ કેસ 2 હજારને પાર થઈ ગયા છે.

કુલ દર્દીઓના અડધાથી વધુ અમદાવાદમાં

કુલ દર્દીઓના અડધાથી વધુ અમદાવાદમાં

ગુજરાતનુ અમદાવાદ શહેર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયુ છે. આ એક શહેરમાં જ 2 હજારથી વધુ કોરોના દર્દી છે. આ રાજ્યના કુલ દર્દીઓનો અડધાથી પણ વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંનુ એક છે જ્યાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ મોત થયા છે. દર્દીઓની સંખ્યા બાબતે આ ગુજરાતમાં જ પહેલુ નથી પરંતુ દેશમાં પણ બીજા નંબરે છે.

રાજ્યના કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત

રાજ્યના કયા જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત

અમદાવાદ - 2777(137 મોત) વડોદરા - 270(16 મોત), રાજકોટ - 58(1 મોત), ગાંધીનગર -38(2 મોત), સુરત - 601(22 મોત), ભાવનગર - 43(5 મોત), પોરબંદર - 3, ગીર સોમનાથ - 3, મહેસાણા - 8, કચ્છ - 6(1 મોત), પંચમહાલ - 24(2 મોત), પાટણ - 17 (1 મોત), છોટા ઉદેપુર - 13, જામનગર - 1(1 મોત), મોરબી - 1, આણંદ - 71 (3 મોત), સાબરકાંઠા - 3, દાહોદ - 4, ભરૂચ - 31(2 મોત), બનાસકાંઠા - 28 (1 મોત), બોટાદ - 20(1 મોત), ખેડા - 6, નર્મદા - 12, અરવલ્લી - 18(1 મોત), મહીસાગર - 11, તાપી - 1, વલસાડ - 5(1 મોત), નવસારી - 6, ડાંગ - 2, સુરેન્દ્રનગર - 1

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X