ગુજરાતમાં કોરોનાના 4721 કેસ, 1 દિવસમાં રેકૉર્ડ 22 મોત, 736 લોકો રિકવર
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો હવે પોણા પાંચ હજાર સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો હવે પોણા પાંચ હજાર સુધી પહોંચી ગયો છે. અહીંના કુલ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લા કોવિડ-19ની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યભરમાં 24 કલાકની અંદર 326 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અહીં એક દિવસમાં રેકૉર્ડ 22 દર્દીઓના મોત થયા છે. કુલ મોતનો આંકડો 200ને પાર જતો રહ્યો છે. આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સંક્રમણથી અત્યાર સુધી 236 લોકોના મોત થઈ ચૂક્યા છે.

736 થઈ રિકવર લોકોની સંખ્યા
કોરોના કેસમાં બીજા નંબરે ચાલી રહેલ દેશના આ રાજ્યમાંથી રાહતના સમાચાર આવી રહ્યા છે. અહીં 736 દર્દી રિકવર થઈને અત્યાર સુધી ઘરે જઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિએ દિલાસો આપતા જણાવ્યુ કે, 'આપણે કોરોનાથી ડરવાની નહિ પરંતુ લડવાની જરૂર છે. માન્યુ કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ ગુરુવારે 86 લોકો રિકવર પણ થયા. રિકવર થનાર લોકોને હોસ્પિટલમાંથી પાછા તેમના ઘરે મોકલવામાં આવી રહ્યા છે.'

કુલ દર્દીના અડધાથી વધુ અમદાવાદથી
શુક્રવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના 4721 કેસ નોંધાયા છે. એકલા અમદાવાદના સંક્રમિતોનો આંકડો 3293 સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી 165 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યના કુલ કોરોના દર્દીના અડધાથી વધુ સંખ્યા આ શહેરમાં છે. અહીં 2 હજારથી વધુ કોરોના દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંનુ એક છે જ્યાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ મોત થયા છે.

આ જિલ્લામાં દર મિનિટે મળી રહ્યો છે એક નવો દર્દી
અમદાવાદમાં હવે દર 8 મિનિટે એક નવો દર્દી મળી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંનુ એક છે જ્યાં કોરોનાના સંક્રમણના સૌથી વધુ મોત થયા છે. કોરોના કેસમાં આ માત્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અને દેશમાં બીજા નંબરે છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ તો અહીં સુધી કહી દીધુ કે અમદાવાદમાં દર 4 દિવસમાં કોરોના વાયરસના કેસ બમણા થતા જઈ રહ્યા છે. જો આ રીતે જ ચાલતુ રહ્યુ તો મે મહિનાના અંત સુધીમાં દર્દીઓની સંખ્યા 8 લાખ સુધી પહોંચી જશે.












Click it and Unblock the Notifications
