ગુજરાતઃ કોરોના ફ્રી થયેલી રાજધાનીમાં ફરીથી મળ્યો દર્દી, કુલ 127 મોત

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2800ને પાર જતી રહી છે. કુલ દર્દીઓમાંથી 265 રિકવર થયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2800ને પાર જતી રહી છે. કુલ દર્દીઓમાંથી 265 રિકવર થયા છે. આ ઉપરાંત અહીં 127 લોકોના જીવ પણ જઈ ચૂક્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાકમાં 191 દર્દીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે અને 15 મોત થયા છે. જેમાંથી 14ના મોત અમદાવાદમાં અને એક મોત સુરતમાં થયુ. જે નવા કેસ સામે આવ્યા છે તેમાંથી 169 અમદાવાદમાં 6 સુરતમાં, વડોદરામાં 5, આણંદમાં 3, ગાંધીનગરમાં 1, ભાવનનગરમાં 2, વલસાડમાં 1, બોટાદમાં 1 અને પંચમહાલમાં 3 શામેલ છે.

ગુજરાતમાં 265 લોકોએ આપી કોરોનાને મ્હાત

ગુજરાતમાં 265 લોકોએ આપી કોરોનાને મ્હાત

રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 2394 છે એટલે કે કોરોના વાયરસથી આટલા લોકો વર્તમાનમાં સંક્રમિત છે. જ્યારે 265 દર્દી ડિસ્ચાર્દ થઈ ચૂક્યા છે. કુલ કેસોની દ્રષ્ટિએ જોવામાં આવે તો અહીં સંક્રમિતોનો રિકવરી ટેસ્ટ રેટ ખૂબ જ ઓછો છે. રાજ્યમાં 29 દર્દી વેન્ટીલેટર પર પણ રાખવામાં આવ્યા છે. અહીં સૌથી વધુ દર્દી એક જ શહેરથી છે, તે શહેર છે - અમદાવાદ. જ્યાં અત્યાર સુધી 1821 કેસ નોંધવામાં આવ્યા છે.

કોવિ઼ડ-19 કેસમાં બીજા નંબરે છે રાજ્ય

કોવિ઼ડ-19 કેસમાં બીજા નંબરે છે રાજ્ય

ગુજરાત કોરોના વાયરસ(કોવિડ-19)થી સંક્રમિત કેસોની સંખ્યાની દ્રષ્ટિથી દેશમાં બીજા નંબરે ચાલી રહ્યુ છે. હવે આ રાજ્યથી માત્ર મહારાષ્ટ્ર આગળ છે. જ્યાં અત્યાર સુધી 6817 કેસ સામે આવ્યા છે. જ્યારે દિલ્લી 2514 કેસો સાથે દેશમાં ત્રીજા નંબરે છે. રાજસ્થાનમાં પણ કુલ કેસ 2 હજારને પાર થઈ ગયા છે.

કુલ દર્દીના અડધાથી વધુ અમદાવાદમાં

કુલ દર્દીના અડધાથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત થયુ છે. આ એક શહેરમાં જ એક હજારથી વધુ કોરોના દર્દી છે. અહીં રાદ્યના કુલ દર્દીઓના અડઘાથી વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંથી એક છે જ્યાે કોરોના સંક્રમણથી સૌથી વધુ થયા છે. દર્દીઓની સંખ્યા મામલે આ ગુજરાતમાં જ નહિ પરંતુ દેશમાં પણ બીજા નંબરે છે.

રાજ્યના કયા જિલ્લામાં કેટલા મોત

રાજ્યના કયા જિલ્લામાં કેટલા મોત

અમદાવાદ - 1821(83 મોત), વડોદરા - 223(11 મોત), રાજકોટ - 41, ગાંધીનગર - 19(2 મોત), સુરત - 462(14 મોત), ભાવનગર - 35(5 મોત), પોરબંદર - 3, ગીર સોમનાથ - 3, મહેસાણા - 7, કચ્છ - 6(1 મોત), પંચમહાલ - 15(2 મોત), પાટણ - 15(1 મોત), છોટા ઉદેપુર - 11, જામનગર - 1(1 મોત), મોરબી - 1, આણંદ - 36(2 મોત), સાબરકાંઠા - 3, દાહોદ - 4, ભરુુચ - 29(2 મોત), બનાસકાંઠા - 16, બોટાદ - 12(1 મોત), ખેડા - 5, નર્મદા - 12, અરવલ્લી - 18(1 મોત), મહીસાગર - 9, તાપી - 1, વલસાડ - 5(1 મોત), નવસારી - 1, ડાંગ - 1.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X