નવસારીમાં સીઆર પાટીલે કર્યો રોડ શો, લોકસભા ચૂંટણી માટે આજે નહીં નોંધાવે ઉમેદવારી
Lok sabha Election 2024 : ભારતીય જનતા પાર્ટી (BJP) ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના હતા. જોકે, વિજય મુહૂર્ત નીકળી જવાને કારણે હવે સીઆર પાટીલ આવતીકાલે ફોર્મ ભરશે.
ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી નોંધાવતા પહેલા સીઆર પાટીલ નવસારીમાં મેગા રોડ શો યોજ્યો હતો. આ રોડ શોમાં સીઆર પાટીલની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પાટીલ સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

સીઆર પાટીલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો હતો, જેમાં 1 લાખ લોકો આ સરઘસમાં જોડાયા હતા. જેમાં લગભગ 20 હજાર મહિલાઓ માથે કેસરી ખેસ પહેરીને રેલીમાં જોડાઇ હતી.
આ સાથે 6 સ્થળોએ ડીજે અને ઢોલ, નગારા, તાસ જેવા વાદ્યો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હવે સીઆર પાટીલ 19 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવશે.












Click it and Unblock the Notifications
