વડોદરા કારેલીબાગ ખાતે નવીન કાર્યાલય કમલમનું ખાતુમૂહુર્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું.
વડોદરા કારેલીબાગ ખાતે નવીન કાર્યાલય કમલમનુ ખાતુમૂહુર્ત યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યપદ્ધતી પ્રમાણે તેમજ પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના સમયથી શરૂ થયેલી તેમજ વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં સતત આગળ વધી રહેલી કાર્યાલય બનાવવાની યોજના ગુજરાતમાં પણ સફળતા પુર્વક આગળ વઘી રહી છે.

કાર્યાલયથી કાર્યકરોને જનતાના સેવાકીય કામ કરવાની સરળતા રહે તે માટે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટુંક સમયમાં બાંધકામનું કાર્ય પુર્ણ કરીને કાર્યકરો અને જનતા માટે સમર્પિત કરવાની યોજના જીલ્લાની ટીમે બનાવી છે. વડોદરા શહેરના કાર્યાલયના નિર્માણ માટે દરેક કાર્યકરને અભિનંદન પાઠવું છું.
વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ,પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ,ધારસભ્યો મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડીયા યોગેશભાઈ પટેલ, ,રાજ્યના માનનીય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર મૅયર નિલેશસિંહ રાઠોડ, અને વડોદરા શહેર પ્રભારી દર્શનાબેન દેશમુખ, શહેરના મહામંત્રીઓ, પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મહિલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડયા, પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ સહ પ્રવકતા ભરતભાઇ ડાંગર સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
