ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટમાં પ્રબુદ્ધ નાગરીકો સાથે કર્યો સંવાદ
ગુજરતા વિધાનસભાની ચૂટણીની નજી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા 150 ના મેજીક આંકને પાર કરવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી આવી છે. જેના ભાગ રૂપે ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અલગ અલગ જિલ
ગુજરતા વિધાનસભાની ચૂટણીની નજી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા 150 ના મેજીક આંકને પાર કરવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી આવી છે. જેના ભાગ રૂપે ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીક્ટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અલગ અલગ જિલ્લમાં જઇને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે તેમજ સંતો મહંતો, પ્રબદ્ધ નાગરીકો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી રહ્યા છે.

આજરોજ રાજકોટ ખાતે 'વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ રાજકોટના પ્રવાસ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
'વન ડે - વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ હેઠળ રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે દિવ્યાંગો, લાભાર્થીઓ, ગંગા સ્વરૂપ બહેનો અને શ્રમિકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યા વિશે માહિતી મેળવી. આ સાથે જ સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, કલાકારો અને સાહિત્યકારો સાથે સીધો સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા, મહેન્દ્રસિંહ સરવૈયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.












Click it and Unblock the Notifications
