કોગ્રેસ અને આપના કાર્યકર્તાઓની સ્ટંટને વખોડી કાઢતા સી.આર પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભારતી જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભર માન્યો હતો. ગુજરાતની વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. જેનું પરીણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. તેમજ કોગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભારતી જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભર માન્યો હતો. ગુજરાતની વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાઇ હતી. જેનું પરીણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. તેમજ કોગ્રેસ અને આપના ઉમેદવારો દ્વારા જે સ્ટેટ કરવામાં આવ્યા હતા તેની વખોડી કાઢી હતી.

c. r. patil

સી. આર. પાટીલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને મતગણતરી તા. ૮મી ડિસેમ્બરે યોજાવાની છે. ગુજરાતમાં સૌ મતદાતા ભાઇ-બહેનોએ મતદાનમાં ઉમળકો બતાવી ગુજરાતના ઉત્કર્ષ અને વિકાસ માટે અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બદલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે માટે જનતા જનાર્દનનો આભાર માન્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાનએ પોતાના ગૃહ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કર્યો તે બદલ નરેન્દ્રભાઇ મોદી સાહેબનો પણ આભાર માન્યો હતો. દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પણ સતત પોતાના ગૃહ રાજ્યમાં હાજર રહી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને જરૂરી સૂચનો આપી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત તરફ લઇ જવા બદલ આભાર માન્યો હતો. સી. આર. પાટીલ સાહેબે સંગઠનના હોદેદારો અને કર્મઠ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો હતો. પ્રિન્ટ મિડયા અને ઇલેક્ટ્રોનીક મિડીયાએ મધ્યસ્થી બની ભારતીય જનતા પાર્ટીની વાત જનતા સુધી પહોંચાડવા બદલ આભાર માન્યો હતો.

સી. આર. પાટીલ પત્રકારોના પ્રશ્નોનો જવાબ આપતાં જણાવ્યાં હતું કે, ગુજરાતમાં યોજાયેલ ચૂંટણીના મતદાનમાં જે પણ મતદાન થયું છે તેમાં મતદાતાઓએ વિકાસવાદનો અપનાવ્યો છે. વર્ષ ૨૦૧૭ કરતાં વર્ષ ૨૦૨૨માં થયેલ મતદાનની ટકાવારી ઓછી હોવા છતાં પણ વધુ મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે સ્ટંટ કર્યા છે તેને ભારતીય જનતા પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આવા સ્ટંટથી દરેક પક્ષે દૂર રહેવું જોઇએ. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો સજાગ હોવાથી આટલા મતદાન સુધી પહોંચી શકાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X