For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: દલિતો પર 4 વર્ષમાં રેપ-હત્યા અને ઘર સળગાવાના કેસો 35% વધ્યા

દલિતો વિરુદ્ધ ગુના સંબંધિત બાબતો પર નિયંત્રણ મેળવવા માટે દેશમાં ઘણા કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં, આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે.

|
Google Oneindia Gujarati News

દલિતો વિરુદ્ધ ગુના સંબંધિત બાબતો પર નિયંત્રણ મેળવવા માટે દેશમાં ઘણા કાયદા અને સંસ્થાઓ છે. પરંતુ, ગુજરાત, રાજસ્થાન અને યુપી જેવા રાજ્યોમાં, આવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ગુજરાત વિશે વાત કરીએ તો, ગયા વર્ષે જ પોલીસ સ્ટેશનોમાં દલિતો સામે અત્યાચાર સંબંધિત 1545 કેસ નોંધાયા હતા. માત્ર એટલું જ નહીં, છેલ્લા ચાર વર્ષના રેકોર્ડ જોઈએ તો અહીં દલિતો સાથે મારપીટ, દુષ્કર્મ, હત્યા અને ઘરમાં આગ લગાવવાના કેસોમાં 35% વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: દલિતને ઘોડી ચઢવા રોકવા આવેલી 16 મહિલાઓ સહિત 45 પર FIR

ગુજરાતમાં 4 વર્ષમાં દલિત હિંસાના કેસોમાં 35% નો વધારો

ગુજરાતમાં 4 વર્ષમાં દલિત હિંસાના કેસોમાં 35% નો વધારો

આરટીઆઈ દ્વારા મેળવેલા આંકડાઓ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ગૃહરાજ્યમાં ઉચ્ચ જાતિના લોકો દ્વારા દલિત જાતિના લોકો સામે હિંસાને ભારે પ્રોત્સાહન આપ્યું છે. 2018 માં નોંધાયેલા દોઢ હજાર કેસોમાં, 22 હત્યાના, 81 મારપીટના, 7 ઘરોમાં આગ લગાવવા માટે અને 104 કેસો દુષ્કર્મના હતા. આ જ રીતે વર્ષ 2014 માં કુલ 1,122 કેસ નોંધાયા હતા. દલિત-અત્યાચાર સાથે સંકળાયેલા મોટાભાગના કેસો કચ્છ, મહેસાણા જિલ્લાઓમાં દેખાયા હતા.

એક વર્ષમાં અમદાવાદમાં 140 કેસ નોંધાયા

એક વર્ષમાં અમદાવાદમાં 140 કેસ નોંધાયા

દલિત સંગઠનોનું કહેવું છે કે ગુજરાતમાં દલિત અત્યાચારના કેસમાં સજાનો દર માત્ર 3% જ હોવાના કારણે ઘટનાઓ વધી રહી છે. જોકે રાજકારણીઓ સ્પષ્ટપણે કહે છે કે આવી ઘટનાઓને સહન કરવામાં આવશે નહીં, પરંતુ પોલીસ આરોપીઓ સામે કડક પગલાં લઈ શકતી નથી. એકલા અમદાવાદમાં જ એક વર્ષમાં દલિત હિંસાના કિસ્સામાં 140 બનાવોના કેસ નોંધાયા છે. જેમાંથી 5 હત્યાઓ અને 8 દુષ્કર્મના કેસ હતા.

ગામના 30 દલિતો પોલીસ-સુરક્ષામાં રહે છે

ગામના 30 દલિતો પોલીસ-સુરક્ષામાં રહે છે

ગુજરાત પોલીસની એસસી-એસટી સેલ અનુસાર, રાજ્યમાં 30 ગામો એવા છે જ્યાં રહેતા દલિતોને સુરક્ષા આપવામાં આવી છે. જેમાં 20 ગામો માત્ર સૌરાષ્ટ્ર પ્રદેશના છે.

English summary
Crime against Dalits: Gujarat records 1,545 atrocities cases in 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X