ડો.પ્રવિણ તોગડીયા મામલે VHP અને ક્રાઇમ બ્રાંચ આમને સામને
વીએચપી લીડર પ્રવિણ તોગડીયા અને ક્રાઇમબ્રાંચ વચ્ચેની લડાઇ હવે ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ લઇ રહી છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવનારી તપાસમાં પ્રવિણ તોગડીયા વિરૂદ્ધના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપેે ગુરૂવારે ક્રાઇમ બ્રાંચ દ્વારા સંગીની બંગલોમાં રહેતા ઘનશ્યામ ચરણદાસને ત્યાંથી ડીજીટલ વીડિયો રેકોર્ડર કબજે કર્યું હતું. તેમજ અન્ય એક સીસીટીવી પણ રીલીઝ કર્યો હતો. તેેમજ આગામી દિવસોમાં ડો.પ્રવિણ તોગડીયા, તેમની સારવાર કરનાર ડો. રૂપકુમાર અગ્રવાલ, તોગડીયાના મિત્ર ચરણદાસ અને ચરણદાસના ડ્રાઇવર નીકુલ રબારીના નિવેદન લેવાની વાત પણ ક્રાઇમ બ્રાંચના એડીશન ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ કરી છે. જેના કારણે વીએચપીના નેતા પ્રવિણ તોગડીયાની મુશ્કેલી વધી શકે છેે, કારણ કેે ક્રાઇમ બ્રાંચે તેમની વિરૂદ્ધ એેકત્ર કરેલા પુરાવા તોગડીયાની વિરૂદ્ધના છે. તેમાં જો ક્રાઇમ બ્રાંચ ડો.પ્રવિણ તોગડીયાને ખોટા સાબિત કરવામાં સાબિત થાય તો વીએચપીની ઇમેજને પણ નુકશાન થઇ શકે તેેમ છે.
ત્યારે વીએચપી પણ આ બાબતને લઇને ચિંતામાં છે. જેને લઇને ગુરૂવારે વીએચપીને જનરલ સેક્રેટરી રણછોડ ભરવાડે વીએચપીના લેટરપેેડ પર એક પત્ર લખ્યો છેે. જેમાં ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટનેે સંબોધીને જણાવ્યું છે કે, ડો.પ્રવિણ તોગડીયા જ્યારે ગુમ થયા ત્યારે ક્રાઇમ બ્રાંચમાં તોગડીયાના ગુમ થયા અંગે અમેે સામાન્ય અરજી આપી હતી અને તે અંગે શરૂઆતમાં તપાસ પણ કરવામાં આવી હતી. જો કે, પ્રવિણ તોગડીયા સલામત રીતે મળી આવતા હવેે આ તપાસનો અર્થ રહેતો નથી. માટે તેમણે આ તપાસ પુરી કરવા માટે પણ જણાવ્યું હતું. જો કે તેમ છંતાય, હાલ તપાસ કરવામાં આવી રહી છે અને વીએચપીના કાર્યકરો અને ડો પ્રવિણ તોગડીયાને હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ક્રાઇમ બ્રાંચની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. તેથી તપાસ બંંધ કરવામાં નહી આવે તો વીએચપી દ્વારા ક્રાઇમ બ્રાંચ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશેે. વીએચપી દ્વારા લખવામાં આવેલા પત્ર બાદ વિવાદ થવાની શક્યતા છે. ત્યારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે, કાયદો બધા માાટે સરખો છેે અને ડો.તોગડીયાની ગુમ થવાની ઘટના સામાન્ય નહોતી અને તેેઓ જે સ્થિતિમાં પરત આવ્યા તે પણ શંકા ઉપજાવેે તેેવું પ્રાથમિક તપાસ ખુલ્યું છે. ત્યારે તપાસ પૂર્ણ કરવામાંં આવે તે જરૂરી છે.