Crime News : મુન્દ્રા બંદરેથી ઝડપાઇ સાડા છ કરોડની વિદેશી સિગારેટ
Crime News : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ રવિવારના રોજ મુન્દ્રા પોર્ટ પરથી રૂપિયા 6.5 કરોડની વિદેશી બ્રાન્ડેડ સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.
ચોક્કસ માહિતીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ રવિવારના રોજ મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવેલા કન્સાઇનમેન્ટની તપાસ કરી હતી.

જેબલ અલી બંદરેથી મોકલવામાં આવેલા માલમાં એર ફ્રેશનર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, ઝીણવટભરી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કન્ટેનરમાં એર ફ્રેશનર છે, જે ફર્સ્ટ રોમાં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ વિદેશી બ્રાન્ડની સિગારેટ ફર્સ્ટ રોની પાછળ રાખવામાં આવી હતી. આમાંના મોટા ભાગના સિગારેટના બોક્સ પર 'મેડ ઇન તુર્કી' લખેલું હતું અને કેટલાક પર 'મેડ ઇન ઇન્ડિયા' પણ લખેલું હતું.
32.5 લાખની સિગારેટ જપ્ત - ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ જણાવ્યું કે, લગભગ 32.5 લાખ સિગારેટ જપ્ત કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ 6.5 કરોડ રૂપિયા છે.
બનાવટી સિગારેટની આયાતની શક્યતા તપાસવા માટે DRI અધિકારીઓ ક્ષેત્રના નિષ્ણાતોના સંપર્કમાં છે. હાલ આ બાબતે તપાસ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
