પિતા-પુત્રએ 1 કરોડનો ચૂનો લગાવ્યો, એક જ પ્લોટ 7 અલગ અલગ લોકોને વેચ્યો
ગુજરાતમાં ગોધરાના એક પિતા-પુત્રએ એક જ પ્લોટને 7 લોકોને વેચી દીધો. આવુ કરીને તેમણે ખરીદદારોને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો.
ગુજરાતમાં ગોધરાના એક પિતા-પુત્રએ એક જ પ્લોટને 7 લોકોને વેચી દીધો. આવુ કરીને તેમણે ખરીદદારોને એક કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. બાદમાં એ લોકોને ખબર પડી કે જે પ્લોટ તેમને વેચવામાં આવ્યો છે તે અસલમાં કોઈ બીજાના નામે થઈ ચૂક્યો છે. પીડિતોએ આ મામલાની ફરિયાદ પોલિસને કરી દીધી છે. પોલિસે તપાસ શરૂ કરી દીધી. માહિતી મુજબ વાવડી બુજર્ગ વિસ્તારમાં શ્રીરામ પાર્કના નામે 46 મકાનોની સ્કીમ નિત શાહ નામના વ્યક્તિ દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે દાહોદના પોલિસ સબ ઈન્સ્પેક્ટર જશવંત પટેલે પણ પ્લોટ ખરીદ્યો હતો. જેના માટે તેણે 30.50 લાખ રૂપિયા ચૂકવ્યા. જશવંત પટેલે નિત શાહ પાસેથી જમીનના દસ્તાવેજ આપવા કહ્યુ તો તે આમતેમ ફરવા લાગ્યો.

જશવંત પટેલે જણાવ્યુ કે મે ઘણી વાર તેણે દસ્તાવેજ માંગ્યા પરંતુ તે બહાના કરવા લાગ્યો. મે જ્યારે માહિતી મેળવી અને એ પ્લોટના કાગળો કઢાવ્યા તો સામે આવ્યુ કે જે જમીનનો સોદો થયો છે તે તો કોઈ અન્યના નામ પર છે. બાદમાં એ પણ ખબર પડી કે તે બંને પિતા પુત્રએ એ જમીન સાત લોકોને વેચીને એક કરોડથી વધુનો ચૂનો લગાવી ચૂક્યા છે. જશવંત પટેલ અનુસાર જમીન માટે એ પિતા પુત્ર સાથે મારે 32 લાખમાં સોદો થયો હતો અને 2018 સુધી મે 30.50 લાખ ચૂકવી દીધા હતા.












Click it and Unblock the Notifications
