ગુજરાત રાજ્યસભા ચૂંટણી: રિસોર્ટમાં જલસા કરાવ્યા પણ વોટ ભાજપ લઇ ગયું!

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. અને આ સાથે કોંગ્રેસી નેતાઓ દ્વારા કોંગ્રેસી નેતાને વોટ ના આપવાની પ્રથા પણ શરૂ થઇ ગઇ છે. શંકર સિંહ વાઘેલાએ સવારે વોટ આપવાની સાથે જ આ કાર્યની શરૂઆત કરી હતી. બાપુએ આવીને મીડિયાને કહ્યું કે તેમણે કોંગ્રેસને વોટ નથી આપ્યો, કારણ કે કોગ્રેસ જીતવાની જ નથી. આ પછી કોંગ્રેસના નેતા રાઘવજી પટેલ અને ધર્મેન્દ્ર જાડેજાએ પણ ભાજપના બલવંતસિંહ રાજપૂતને મત આપ્યો. અને મીડીયા સામે તેમણે આ વાત સ્વીકારી પણ ખરા. બન્ને નેતાઓનો આરોપ હતો કે લાંબા સમયથી કોંગ્રેસ તેમને સાંભળતી નથી.

ઉલ્લેખનીય છે કે આ તે જ નેતાઓ છે જેમનું હોસ ટ્રેડિંગ ના થાય તે માટે કરીને કોંગ્રેસ તેમને બેંગલોર લઇ ગઇ. ત્યારેથી સારા રિસોર્ટમાં આટલા દિવસ રાખ્યા. બુફેથી લઇને તમામ સુવિધા આપી. પાછા આવીને પણ આણંદના રિસોર્ટમાં રાખ્યા. પણ તે તમામ પછી આજે કોંગ્રેસને શું મળ્યું?  વધુમાં કરમસિંહે પણ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે જેમને બેંગ્લોર રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. આમ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ 8 જેટલા કોંગ્રેસી નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેમાંથી કેટલાક બેંગલોર રિસોર્ટમાં પણ રોકાયા હતા.

congress mla

આખરે આટલો બધા ખર્ચો કરાવ્યા બાદ પણ તેમના વોટ તો ભાજપ જ લઇને જતું રહ્યું ને! વઘુમાં જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે પૂરગ્રસ્તોની સેવા કરીને ભાજપને લાભ ખાટ્યો જ ઉપરાંત ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફથી ક્રોસ વોટિંગ શરૂ થતા કોંગ્રેસ ક્યારનું પણ ના રહ્યું. ઉલ્લેખનીય છે કે ગત 15 વર્ષોથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં નથી.

આટલા લાંબા સમય સુધી જ્યારે કોઇ પાર્ટી સત્તામાં નથી આવતી ત્યારે તેના નેતાઓ ધીરે ધીરે કરીને જવાના. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પછી અહમદ પટેલની જીતવાની સંભાવનાઓ એક પછી એક ઓછી થઇ રહી છે તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. 

English summary
Cross voting started in Gujarat rajya sabha election. Even after doing all this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.